
ક્ષતિ ગ્રસ્ત બનેલ ઈલેક્ટ્રીક પોલ ધરાશાયી બની અકસ્માત સર્જે તે પૂર્વે તંત્ર દ્વારા દુરસ્ત કરવા માંગ ઉઠી.
પાટણ તા.17
પાટણ શહેરમાં આવેલ ચાણસ્મા હાઇવે નિર્મળ નગર રેલવે ફાટક નજીક પસાર થતી હેવી વીજ લાઈન નાં પોલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા વિજ થાંભલો વળી ને પડવાનાં વાંકે જોખમ રૂપ બની પડવાના આરે છે ત્યારે આ માગૅ પરથી દિવસ દરમિયાન પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભય ના અહેસાસ સાથે પ્સાર થવા પામ્યો છે અહીંથી પસાર થઈ રહ્યા છે જો આ ચાલુ હેવી વીજ લાઈન નો પોલ ધરાશાયી બને તો મોટી દુર્ધટના સજૉવાની સંભાવના રહેલી છે તો આ પડવાના વાકે ઉભેલા વિજ પોલ બાબતે જીઇબીના સત્તાધીશો અથવા લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી પોલ નું રિપેરિંગ કામ અથવા તેને દુરસ્ત કરવા પ્રયાસ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.