સીમાજન કલ્યાણ સમિતિ પાટણ દ્વારા વિજય દિવસ નાં ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.17
સીમાજન કલ્યાણ સમિતિ પાટણ દ્વારા જી. એમ. ઇ. આર. એસ. મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ધારપુર ખાતે વિજય દિવસ ના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 1971 ના યુધ્ધમાં શહીદ થયેલ શહીદો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વિજય દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં વક્તા અને પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહીર સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને 1971 ના યુદ્ધ માં ભારતીય સેના ના શૌર્ય ની ગાથા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી પાકિસ્તાન ના સૈનિકો એ ભારત ની સેના ની સામે શરણાગતિ સ્વીકારી હોવાનું જણાવી લાહોર સુધી આપણી સેનાએ વિજય પ્રાપ્ત કરી રાષ્ટ્ર ની આન બાન અને શાન સમા તિરંગા ને ફરકાવ્યો હોવાની જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં ડો હાર્દિકભાઈ શાહ મેડીકલ કોલેજ ના ડીન , ડો પારુલબેન શર્મા તબીબી અધિક્ષક,પારસભાઈ ઠક્કર નગરમંત્રી , વિજયભાઈ ચૌધરી જિલ્લા સંપર્ક પ્રમુખ હાર્દિકભાઈ નિમાવત , દિલીપભાઇ ઠક્કર પ્રવીણભાઈ ડાભી, ભોજાભાઈ આહીર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.