રાધનપુર શહેરમાં વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈ વાહન માલિકોમાં ફફડાટ વ્યાપ્યો..

સેનેટરી ખાતે પાકૅ કરેલ વેપારી નાં બાઈકની કોઈ શખ્સ ઉઠાંતરી કરી પલાયન થયો..

બાઈક ઉઠાંતરી કરનારા અજાણ્યા શખ્શ સામે પોલીસ સ્ટેશન માં નોધાઇ ફરિયાદ.

પાટણ તા.17
પાટણ જિલ્લા નાં રાધનપુર શહેર માંથી છેલ્લા 15 દિવસ ની અંદર મા 3 બાઇક ચોરી ની ઘટનાઓ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાધનપુર વિસ્તાર માં દિવસે ને દિવસે વધી રહી છે બાઇક ચોરી ની ઘટનાઓ જોઈએ તો તાજેતરમાં રાધનપુર મેઈન બજાર માં વેપારી ની પાકૅ કરેલ સ્કુટી ની ચોરી ની ઘટના સામે આવી હતી.તે ધટના ટુંક સમય વિત્યા ને ફરી થી રાધનપુર નગર પાલિકા ખાતે પાર્ક કરેલ બાઇક ની ચોરી ની ઘટના સામે આવવા પામી હતી તો એક જ સિસ્ટમ થી કરાતી બાઈક ઉઠાંતરી નાં કિસ્સામાં ગતરોજ રાધનપુર વિસ્તારના સેનેટરી ખાતે પાકૅ કરેલ વેપારી નાં બાઇક ની ચોરી થતા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આ બાઈક ચોરી ની ધટના બાબતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાઈક ઉઠાંતરી કરી પલાયન થતાં બાઈક ચોરો ને ઝડપી જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ રાધનપુરના નગરજનોમાં ઉઠવા પામી છે.