સિધ્ધપુર નાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત નો સન્માન અને આભાર દશૅન કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.17
સિધ્ધપુર નાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત નો સન્માન સમારોહ કાર્યક્રમ અને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ શનિવારના રોજ સિધ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે ટીકીટ મેળવી સમગ્ર વિસ્તારના મતદારોનો પ્રેમ સંપાદન કરી વિજય બનેલા બલવંતસિંહ રાજપૂત ને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે તોઓનો સન્માન સમારોહ અને તેઓ દ્વારા વિજયમાં સહભાગી બનેલા મતદારો,સમથૅકો ના આભાર દશૅન ના આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર ના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકરો અને મતદાર ભાઇઓં – બહેનોએ બુકે, ફૂલહાર, સાલ તેમજ મોમેન્ટો આપી બલવંતસિંહ રાજપૂત નું ભવ્ય થી અતિ ભવ્ય સન્માન કરી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.તો બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.