ભારતના વડાપ્રધાન વિરુદ્ધ વાણી વિલાસ કરનાર પાકિસ્તાન વિદેશ મંત્રી નું ભાજપ દ્વારા પૂતળાં દહન કરી રોષ વ્યક્ત કરાયો..

શહેરના બગવાડા દરવાજા ખાતે સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું..

પાટણ તા.17
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો દ્વારા યુ.એન.એસ.સી.માં ભારતના વડાપ્રધાન અને ગુજરાત નાં પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી વિરુધમાં બિન સંસદીય ભાષાનો ઉપયોગ કરતાં તેનાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે.ત્યારે તેના વિરોધમાં શનિવારના રોજ પાટણ ભાજપ યુવા મોરચા તથા જિલ્લા ભાજપ દ્નારા વિરોધ શહેરના બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન સાથે બિલાવલ ભુટ્ટો નાં પૂતળા નું દહન કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને ભારતના વડાપ્રધાન સામે અસભ્ય વાણી વિલાસ નો શબ્દ પ્રયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.