પાટણ એસપી કચેરી માં કોમ્પ્યુટર શાખા મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ પ્રાપ્ત થયો..

પાટણ તા.17
પાટણ પોલીસ માં ફરજ બજાવતા જાંબાજ પોલીસ કમૅચારીઓ ની ફરજ પ્રત્યે વફાદારી સાથે ની પ્રસંસનિય કામગીરી ને લઈને અનેક પોલીસ કમૅચારીઓએ ઉચ્ચ કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરી પાટણ પોલીસ નું નામ રોશન કર્યું છે ત્યારે તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દિલ્હી તરફથી ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ CCTNS અને ICJS પોર્ટલ ની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પાટણ જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં કોમ્પ્યુટર શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રભાઈ શંકરલાલ નાઓને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિલ્હી ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતાં પાટણ પોલીસ તંત્ર એ ગૌરવ ની લાગણી અનુભવી પાટણ પોલીસ નું નામ રોશન કરવા બદલ ઉપેન્દ્રભાઈ શંકરલાલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.