પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા 200 કિલો લાડુ તૈયાર કરી અબોલ જીવો ને જમાડયા..

પાટણ તા્18
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા છેલ્લા દસ વર્ષથી શિયાળામાં અબોલ જીવો માટે અને શ્ર્વાનો માટે સમાજના દાતા પરિવાર નાં સહિયોગ થી યથાશક્તિ મુજબ લાડુ બનાવી શેરી, મહોલ્લા અને સોસાયટી વિસ્તાર સહિત ફરી ને જમાડવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ જીવદયા ના લાભાર્થે અબોલ જીવો સહિત શ્વાનો માટે પ્રજાપતિ યુથ કલબ નાં સેવાભાવી યુવાનો દ્વારા ૨૦૦ કિલો ના લાડુ બનાવી પાટણ શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના શ્વાનો તેમજ અબોલ જીવોને જમાડવામાં આવ્યા હતા.
જીવદયા ની ભાવના સાથે લાડુ બનાવવા માટે પ્રજાપતિ યુથ ક્લબ પરિવારના સભ્યોએ જાતે મહેનત કરી આ સેવા પ્રવૃતિ માં સહભાગી બન્યા હતા.