પાટણ માંથી બાઈક ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં એલસીબી પોલીસે ઝડપ્યો..

ચોરીના બાઈક સાથે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતી એ ડીવીઝન પોલીસ..

પાટણ તા.18
પાટણ શહેર માંથી બાઈક ચોરી નાં બનાવને અંજામ આપનાર શખ્સને પાટણ એલસીબી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં ચોરીના બાઈક સાથે આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી જાણવા મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જીલ્લામાં બનતા મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પાટણ જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.ડી.મકવાણા તથા એલ.સી.બી.સ્ટાફના માણસો પાટણ એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન બાતમી મળેલ કે, પાટણ સીટી એ ડીવી. પોલીસ મથકે નોધાયેલ પાટણ ગીતા હોસ્પિટલની સામે જુના બસસ્ટેશનની દિવાલની બાજુમાંથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ લઇને એક ઈસમ કુણઘેર બાજુથી પાટણ તરફ આવનાર છે જે હકીકત આધારે એલસીબી ટીમે શહેર માં વોચ રાખતા બાતમી વાળો ઈસમ ચોરીના બાઈક સાથે પાટણ મુકામે આવતાં તેને આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી એ ડીવીઝન પો.સ્ટે. સોંપેલ છે. પકડાયેલ આરોપીનુ નામ સુરેશજી દિનેશજી હારજીજી ઠાકોર ઉ.વ.૨૦ રહે.કાતરા સમાલ તા.સરસ્વતી જી પાટણ વાળો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.