વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ…

પાટણ સહિત જિલ્લાની નવ ટીમોએ સ્પધૉમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો..

પાટણ તા.18
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ પાટણ શહેરના ખાડીયા ગ્રાઉન્ડ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતુ. જેમાં પાટણ સહિત જિલ્લાની 9 ટીમોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી સ્પધૉ ને યાદગાર બનાવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુત્વની ભાવનાને ઉજાગર કરવાની સાથે સાથે યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને નિખારવા રવિવારના રોજ પાટણ શહેરના ખાડિયા ગ્રાઉન્ડ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં પાટણ શહેર સહિત જિલ્લાની નવ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધામાં વિજેતા ટીમને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કબડી સ્પર્ધાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.