પાટણ શહેરની અન્નપૂર્ણા સોસાયટી નજીક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી પ્રેગનેટ ગૌમાતા…

ગૌ માલિક ધટના સ્થળે આવ્યો પણ ગૌમાતા ની કફોડી હાલત જોઈ સ્થળ પર થી પોબારા ભણી ગયો.

જીવદયા પ્રેમી દ્વારા હરિઓમ ગૌશાળા નાં સંચાલકો ને જાણ કરતાં સારવાર અર્થે એમ્બ્યુલન્સ રવાના કરાઇ..

પાટણ તા.18
પાટણ શહેરના મહોલ્લા,
પોળો અને સોસાયટી વિસ્તાર સહિત શહેરના મુખ્ય બજાર માર્ગો અને હાઈવે વિસ્તારમાં વહેલી સવારથી જ કેટલાક પશુપાલકો પોતાની ગાયો ને દોહી ભગવાન ભરોસે રખડતી મુકી દેતાં હોય છે તો આવી રખડતી ગાયો શહેરના ગંદકી વાળા વિસ્તારોમાં લોકો દ્વારા નાખવામાં આવતાં એઢવાડ ની સાથે સાથે અન્ય વેસ્ટ વસ્તુઓ આરોગી ક્યારેક યમ સદને સિધાવતી હોવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે શહેરના લીલી વાડી અન્નપૂર્ણા સોસાયટી નાં પ્લોટ નં 38 નજીક છેલ્લા બે દિવસથી પ્રસવ પીડા ભોગવતી ગૌમાતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જોવા મળી રહી છે તો આ ગૌમાતા નાં માલિકે પણ ધટના સ્થળે આવી ને પોતાની જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ગૌમાતા ને જોઈને પશુ આરોગ્ય કેન્દ્ર ને અથવા ગૌશાળા નાં સંચાલકો ને સારવાર માટે જાણ કરવાની જગ્યાએ સ્થળ પર થી છટકી જતો રહેતાં આ વિસ્તાર માંથી પસાર થતા જીવદયાપ્રેમી એ આ બાબતે પાટણ હરિઓમ ગૌશાળા નાં સંચાલક દિનેશ જોષી ને ગૌમાતા નો વિડિયો મોકલી સાર સંભાળ લેવા જણાવતાં તેઓએ તાત્કાલિક ગૌશાળા ની એમ્બ્યુલન્સ સ્થળ પર મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પાટણ શહેર માં કેટલાક સ્વાર્થી પશુપાલકો પોતાના સ્વાર્થ ખાતર મોટી માત્રામાં ગૌ માતાઓ રાખીને તેમના રખરખાવ ની કોઈપણ જાતની જવાબદારી ન નિભાવી ફક્ત બે ટાઈમ દુધ દોહી લીધા બાદ ગૌમાતા ને ભગવાન ભરોસે રખડતી મુકી દેતાં હોય છે અને આવા બનાવો સમયે ગૌમાતા ની સારવાર કરાવવા ની જગ્યા ગૌમાતા ને મોતના મુખમાં મુકીને ધટના સ્થળે થી જતાં રહેતાં હોય જેને કારણે જીવદયાપ્રેમીઓની લાગણી દુભાતી હોઈ છે.