
મહા મનોરથ નાં દશૅન નો લાભ લઇ પાટણના ધમૅ પ્રેમી નગરજનો ધન્યભાગ બન્યા..
પાટણ તા.18
પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે 21 દિવસીય આયોજિત શ્રી અન્નપૂર્ણા માતાજીનાં મહોત્સવ નિમિત્તે રવિવારે માતાજી સન્મુખ વિવિધ પ્રકારના અનાજ માંથી તૈયાર કરવામાં આવેલ રંગોળી નો મહા મનોરથ યોજવામાં આવ્યો હતો.
શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા શ્રી વાધેશ્વરી માતાજી મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ રવિવારે આયોજિત કરવામાં આવેલ વિવિધ પ્રકારના અનાજ માંથી તૈયાર કરવામાં આવેલ નયનરમ્ય રંગોળી મહા મનોરથ ને તૈયાર કરવા ભારે જહેમત ઉઠાવી હતી તો આ અનાજના મહા મનોરથ નાં દશૅન નો પાટણ શહેર ની ધમૅ પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
