હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોટૅ બેઠકો માં એબીવીપી નાં ઉમેદવારો છવાયા..

Aમતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

મોડી સાંજે વિજેતા ઉમેદવારો નાં નામ ની ધોષણા થતાં વિજેતા ઉમેદવારો નાં વિજય સરઘસ નિકળ્યા.

પાટણ તા.18
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કોર્ટ સભ્યની ગતરોજ યોજાયેલી ચૂંટણી ની મતગણતરી રવીવાર નાં રોજ હાથ ધરવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોટૅ બેઠકો માટે ગત તા.૧૬ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 20 બેઠકો માટે 50 ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થયા હતા.જે મતગણતરી બાદ ઉમેદવારોની હારજીત નક્કી કરશે.કુલ 12769 મતદારો પૈકી 3206 મતદારોએ  મતદાન કર્યુ હતુ. 

રવીવાર નાં રોજ યુનિવર્સિટીના MSC IT વિભાગમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 
તો સમગ્ર મત ગણતરી પ્રક્રિયા CCTV કેમેરા ની નજર હેઠળ શરૂ કરવામાં આવી હતી મત ગણતરી પ્રક્રિયા મોડી સાંજે સુધી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન બની હોવાનું યુનિવર્સિટી નાં કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું તો મતગણતરી બાદ મોટાભાગના એબીવીપી નાં ઉમેદવારો વિજેતા બનતા ડીજે નાં તાલે અને અબીલ ગુલાલ ની છોળો વચ્ચે વિજેતા ઉમેદવારો નાં વિજય સરઘસ યુનિવર્સિટી કેમ્પસ થી નિકળી બગવાડા દરવાજા ખાતે સંપન્ન બન્યા હતા અહિ વિજેતા ઉમેદવારો દ્વારા સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સિધ્ધરાજ જયસિંહ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપણૅ કરી ડીજે ના તાલે ઝુમી વિજય ની ખુશી મનાવી હતી.