પાટણના દ્વારકાધીશ મંદિર ખાતે ગુસાઈજી મહાપ્રભુજી ના ઉત્સવ નિમિત્તે પાઠશાળા ની મહિલાઓ દ્વારા રાસ ગરબા યોજાયા..

પાટણ તા.18
ધર્મ ની નગરી પાટણ શહેરમાં દરેક જ્ઞાતિ અને ધર્મ નાં તહેવારો ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે રવીવાર નાં રોજ પાટણ શહેરના શારદા સિનેમા પાસે આવેલા વૈષ્ણવ સંપ્રદાય નાં શ્રદ્ધેય શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર ખાતે ગુસાઈજી મહાપ્રભુજી ના ઉત્સવ નિમિત્તે પાઠશાળા ની મહિલાઓ દ્વારા ભક્તિ સભર માહોલમાં સુંદર મજાનાં રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ગુસાઈજી મહાપ્રભુજી ના ઉત્સવ નિમિત્તે આયોજિત ગરબા મહોત્સવ માં પાઠશાળા ની મહિલાઓ એ ટ્રેડિશનલ વસ્ત્રો પરિધાન કરી ભક્તિ સંગીત નાં તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી ગુસાઈજી મહાપ્રભુજી નાં ઉત્સવ ને યાદગાર બનાવી પોતાની જાતને ધન્યભાગ લેખાવી હતી.