સિધ્ધપુર નાં દેથળી ચાર રસ્તા નજીક બસની રાહ જોઈ ઉભેલા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું.

પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરીને આગળ ની તજવીજ હાથ ધરી..

આ માગૅ પર અવાર નવાર સજૉતા માગૅ અકસ્માતના બનાવો ને અટકાવવા બમ્પ ની માંગ કરતાં રહિશો..

પાટણ તઃ.૧૯
સિધ્ધપુર નાં દેથળી ચાર રસ્તા નજીક બસની રાહ જોઈ ઉભેલા એક આધેડ વયના વ્યક્તિ ને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેમનું ધટના સ્થળે મોત નિપજતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ સિદ્ધપુર ખોલવાડા પાસે સ્પ્રિંકલ વોટર પાર્ક ની સામે, રામદેવનગર ટાઉનશીપ માં રહેતા મૂળ સિદ્ધપુર હરસિદ્ધ સોસાયટીના રહીશ અશોક કુમાર હીરાભાઈ ચક્રવર્તી સોમવાર ની સવારે આશરે છ કલાકે રાધનપુર ખાતે નોકરી સારું જવા માટે દેથળી ચોકડી, સિદ્ધપુર ખાતે બસ ની રાહ જોઈ ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા ગંભીર ઇજાઓ ને કારણે તેઓનું ધટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ પોલીસને થતા તેઓએ ધટના સ્થળે દોડી આવી મૃત્યુ પામેલ વ્યક્તિ નું પંચનામું કરી સિદ્ધપુર જનરલ હોસ્પિટલમા પીએમ બાદ લાશ વાલી વારસો ને સોંપી મૃતક ની અંતિમવિધિ સિધ્ધપુર મુક્તિધમ ખાતે કરવામાં આવી હતી.
ઉપરોક્ત માગૅ પર અવાર નવાર બનતાં અકસ્માત નાં બનાવોનૈ લઈને આ માગૅ પર બમ્પ મુકવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો માં ઉઠવા પામી છે.