સાંતલપુર તાલુકાના ઉનરોટ ગામે અ.જા.ના યુવાન ની હત્યામાં સંડોવાયેલા લધુમતી સમાજના પાંચ શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી..

સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા નિવાસી કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરાઈ..

પાટણ તા.૧૯
પાટણ જિલ્લાના સાંતલપુર તા.ના ઉનરોટ ગામે તાજેતરમાં અનુસુચિત જાતિના યુવાન કિશન વાઘેલાની ગામ નાં જ માથાભારે લધુમતી સમાજના કેટલાક ઈસમો દ્વારા જુની અદાવતમાં નિમૅમ હત્યા કરવામાં આવી હતી જે બાબતની મૃતકના પિતા દ્વારા લધુમતી સમાજના પાંચ લોકો નાં નામ જોગ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ ને આજે સમય વિતવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોય જેને ધ્યાનમાં રાખીને સોમવારના રોજ સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા પાટણના નિવાસી કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા લધુમતી સમાજના માથાભારે ઇસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા લેખિતમાં કરાયેલી રજૂઆત માં જણાવ્યું હતું કે તા ૧૮-૧૧-૨૦૨૨ ના રોજ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાનાના ઉનરોટ ગામે કિશન વાઘેલા નામના ૨૩ વર્ષીય અનુસૂચિત જાતિના યુવાનની કરપીણ હત્યા આજ ગામનાં લધુમતી સમાજના માથાભારે શખ્સો સમશેરખાન કરીમખાન ઉર્ફે અલુભા મલેક દરબાર, જોરુભા બાવાજી મલેક, જીવણખાન બાવાજી મલેક, કાદરખાન મનુભા તેમજ માલખાન અયુબખાન મલેક દ્વારા કરવામાં આવી હતી જે
હત્યા અંગે મૃતક યુવકના પિતા ખેંગારભાઈ વસ્તાભાઈ વાઘેલાએ તા.૧૮-૧૧-૨૨ના રોજ વારાહી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,૫૦૪, ૨૯૪ (b), ૫૦૬ (૨), ૧૨૦, ૩૪૧ અન્વયે ફરિયાદ નોંધાવી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ત્યારે ઉપરોક્ત ઉનરોટ ગામની સામાજિક સમરસતા મંચ ગુજરાત નાં સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત લેતાં ધ્યાનમાં આવેલ છે કે ખેંગારભાઈ વસ્તાભાઈ વાઘેલા દ્વારા વીસ વર્ષ અગાઉ નોતુખાન બાલાજી મલેક ઉપર ફરીયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તા ૨-૦૩-૨૦૧૮ના રોજ કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૩૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૩૫ મુજબ આરોપી પરિવારના સાત માથા ભારે ઈસમો વિરુધ્ધ તેઓ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી, પરંતુ તેનો આજ સુધી કોઈ ઉકેલ ન આવતાં માથાભારે તત્ત્વોને પ્રોત્સાહન મળેલ છે અને તેમણે ફરીયાદીના દીકરા કિશન વાધેલાની જુની અદાવતમાં હત્યા કરેલ છે.જોકે સને ૨૦૧૪ અને ૨૦૧૮ ની ઘટના માં સમયસર ફરિયાદીને ન્યાય મળ્યો હોત તો આ દુખદ ઘટના ન ઘટી હોત.

આ અંગે સામાજિક સમરસતા મંચ – ગુજરાતની સ્પષ્ટ માગણી છે કે ૨૦૧૮ અને હાલ માં બનેલ બનાવનાં બંને કોર્ટ કેસ ને ફાસ્ટટ્રેક કોર્ટમાં તબદીલ કરી અનુસુચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ નિયમ અંતર્ગત તાત્કાલિક ન્યાય આપવામાં આવે. અને સદર કેસમાં પીડિત પરિવારને પોલીસ રક્ષણ આપી તેઓને મળવાપાત્ર આર્થિક સહાય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આપવા અંગે ની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું સામાજિક સમરસતા મંચ ગુજરાત નાં ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું.