પાટણ-ચાણસ્મા હાઈવે માર્ગ પર રૂપપુર નજીક આઈસર બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાન નું મોત..

આશાસ્પદ યુવાન નાં મોત ને લઈને પરિવારજનો માં ગમગીની છવાઈ..

પાટણ તા.૧૯
પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલ રુપપુર ગામ નજીક સોમવાર ના રોજ બાઇક અને આઇશર વચ્ચે અકસ્માત સર્જાતા આશાસ્પદ બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું.

આ અકસ્માતમાં બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના ભાટવાસણા ગામે રહેતો અને બહુચરાજી ખાતે મારુતી કંપનીમાં નોકરી કરતો મેહુલજી દિલીપજી ઠાકોર સોમવારની સવારે ભાટવાસણાથી બોરસણ ગામે તેની માસી અને ફોઇને મળવા ગયો હતો. દરમ્યાન રુપપુર નજીકથી પસાર થઇ રહયો હતો તે સમયે એક આઇશર ટ્રક સાથે બાઇક ધડાકાભેર ટકરાતા આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જે અંગેની જાણ પરીવારજનોને થતા મૃતકના પરિવારજનો ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.