પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધાનસભાની ચૂંટણીમાં પરિશ્રમ કરનાર ટીમ નો આભાર વ્યક્ત કરાયો.

પાટણ તા.૧૯
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે વિધાનસભાની ચૂંટણીમાં નિરંતર કાર્યરત રહેલ ‘ચૂંટણી વ્યવસ્થા ટીમ’ની બેઠકમાં ઉપસ્થિત સર્વને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, મહામંત્રી રજની પટેલ, પ્રદિપસિંહ વાધેલા સહિતના આગેવાનો એ સંબોધન કરી વિધાનસભા ની ચૂંટણીમાં અથાક પરિશ્રમ કરી જન-જન સુધી પહોંચનાર ચૂંટણી વ્યવસ્થા ટીમનાં સર્વ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીનાં સર્વ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં પાટણ વિધાનસભા બેઠક પર અથાગ પરિશ્રમ કરનારા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.