પાટણ નગરપાલિકા નાં એલઈડી પોલ ને ટક્કર મારી કોઈ શખ્સ બેટરી ની ચોરી કરી ગયો..

પાલિકા સ્ટ્રીટ લાઈટ વિભાગના વડા એ સ્થળ તપાસ કરી અધિકારી ને જાણ કરતા બેટરી ચોર સામે પોલીસ ફરિયાદ કરાશે..

પાટણ તા.૧૯
પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના પારેવા સર્કલ નજીક આવેલ શિશુ મંદિર શાળા થી લઈને પિતાંબર તળાવ પટ્ટણી સમાજના સ્મશાન ભૂમિ થઈને રેલવે બ્રિજ સુધીના નવીન રોડ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે સમયે આ માગૅ પર અગાઉ કોન્ટ્રાકટર દ્વારા ઉભી કરવામાં આવેલ એલઈડી સ્ટ્રીટ નાં ૨૦ જેટલા પોલ પરની એલઈડી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી હતી ત્યારે ગત રાત્રે કોઈ અજાણ્યા ઈસમે એક પોલ ને કોઈ વાહનની ટક્કર મારી વાળી દઈને પોલમાં ફીટ કરેલી બેટરી ની ચોરી કરી ગયો હોવાની જાણ પાલિકા ની સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીને થતાં તેઓએ ધટના સ્થળે તપાસ કરી હકીકત પાલિકાના અધિકારીઓને જણાવતાં આ બાબતે બેટરી ચોર અજાણ્યા શખ્સ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ પાલિકા દ્વારા કરવામાં આવનાર હોવાનું પાલિકાના ઓએસ જયભાઈ રામીએ જણાવ્યું હતું. તો આ અગાઉ પણ આ માગૅ પરના પોલ ની બેટરી ચોરી થઈ હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.