કોરોના ની ચોથી લહેરને ધ્યાનમાં રાખીને પાટણ ની ધારપુર હોસ્પિટલમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ..

ઓક્સિજન પ્લાન્ટ સહિત કોવિડ વોડૅની સુવિધાઓ નું ચેકીંગ કરવામાં આવ્યું..

પાટણ તા.૨૨
પાટણની ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ચોથી લહેરને પહોચી વળવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોના ની સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં રાખીને પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે લગાવવામાં આવેલ ઓક્સીઝન પ્લાન્ટની ટેક્નિસિયનો દ્વારા મરામત કામગીરી સાથે તમામ પ્રકારની સુવિધાઓ નું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું તો કોરોનાની સંભવિત લહેરને પહુંચી વળવા ધારપુર કોવિડ વિભાગ સહિત 650 બેડ ધારપુર હોસ્પિટલમાં સજ્જ કરવામાં આવ્યા છે.

કોરોના કાળમાં ધારપુર હોસ્પિટલ ખાતે લગાવવામાં આવેલ 13000 લિટરનો ઓક્સિજન પ્લાન્ટ અને 15 બેડનો અલાયદો કોવિડ વૉર્ડ ગૂરૂવારના રોજ તંત્ર દ્વારા નિરિક્ષણ કરી તૈયાર રાખવામાં આવ્યો છે તો 4 ડોક્ટર તેમજ 10 નર્સિંગનો સ્ટાફ સ્ટેન્ડ બાય તૈયાર રાખવામાં આવ્યો હોવાનું ધારપુર હોસ્પિટલનાં RMO ડૉ.હિતેશ ગોસાઈએ જણાવ્યું હતું.