
આગને એક કલાકની જહેમત બાદ પાલિકા ફાયર ટીમે કાબૂમાં લેતા લોકો એ હાસકારો અનુભવ્યો..
આગના પગલે ધરમાં પડેલી તમામ ઘર વખરી બળીને રાખ થતાં મકાન માલિક ને મોટું નુકસાન થયું..
પાટણ તા.૨૩
પાટણ શહેરના વીજળકુવા વિસ્તારમાં આવેલ ગાંધી સુંદર લાલ કન્યા શાળાની નજીક લાકડાના બાંધકામ વાળા બંધ રહેતા બે માળના મકાનના ઉપરના માળે શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફરાતા તફરીનો માહોલ સર્જાયો હતો તો આ બાબતની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા સ્ટાફના માણસોએ મીની ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી જઈ એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ આગ ની ધટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે ધાચી છનાલાલ મોહનલાલ નાં બંધ રહેતા લાકડાના બાંધકામ વાળા બે માળના મકાનમાં પરિવાર ના સભ્ય દ્વારા દરોજ સવારે ઘર મંદિરમાં દીવો કરી પોત પોતાના કામે જતા હતા તે મુજબ શુક્રવારે સવારે પરિવાર નાં સભ્ય દ્વારા ધર મંદિર માં કરાયેલા દીવા બાદ ધર બંધ કરી પોતાનાં કામે નિકળી ગયા હતા.

તે બાદ દીવા ની સળગતી દિવેટ ઉંદર લઈ જતા ધરમાં આગ ભભુકી ઉઠતા ધુમાડા નાં ગોટે ગોટા ધર માંથી નિકળતા જોઈ લોકો માં અફડા તફરીનો માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારના રહીશો નાં જીવ પડીકે બંધાયા હતા તો આગ ની ધટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગ નાં કમૅચારીઓ વિકાસ દેસાઈ, રમેશ ભરવાડ,હરેશ જનસારી, હિતેન રાવત,સુરેશ ઠાકોર અને બાબુ પટેલે મીની ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતાં ઘર માલિક સહિત વિસ્તારના રહીશો એ હાસકારો અનુભવ્યો હોવાનું પાલિકાના ફાયર અધીકારી અશ્વીનભાઈ પટેલે જણાવ્યું હતું.
ઘરમાં લાગેલી આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ભસ્મભુત થતા મકાન માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જોકે આગની ઘટનામાં કોઈ માનવજાન હાની ન સર્જાતા સૌએ રાહતનો દમ લીધો હતો.