રીક્ષામાં ભુલી ગયેલ દાગીના રોકડ તથા સામાન સાથેની બેગ પાટણ નેત્રમ ટીમે શોધી આપી…

અરજદાર દ્વારા નેત્રમ ટીમ અને પોલીસ તંત્ર ની કામગીરી ને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.૨૩
પાટણ જીલ્લા ખાતે VISWAS PROJECT અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ પ્રજાનો મિત્ર બને તેવી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગત તા.૨૦ ડીસેમ્બર ના રોજ અર્જુનભાઇ ઇશ્વરભાઇ પટણી રહે, ભલગામ પાટણાનાઓ કે જેઓ જુના ગંજ બજાર થી નિલમ સિનેમા જવા માટે રીક્ષામાં બેઠેલ હતાં ત્યાર બાદ નિલમ સિનેમા આગળ રીક્ષામાંથી ઉતરતી વખતે તેઓ પોતાની સોનાના દાગીના આશરે (૧.૫ તોલા ), રોકડ રૂપીયા-૨૫૦૦/- તથા સામાન સાથેની બેગ રીક્ષામાં ભુલી ગયેલા. જે બાબતે તેઓએ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરતાં નેત્રમ ટીમ દ્વારા VISWAS Project હેઠળ લાગેલા CCTV કેમેરા ચેક કરતાં કેમેરાના આધારે રીક્ષા નંબર “GJ24V5305″ ઓળખ કરી રીક્ષા ચાલકનો સંપર્ક કરતાં રીક્ષા ચાલક દ્વારા બેગ રીક્ષામાં રહી ગયેલ છે તેવું જણાવેલ. જે બેગ રીક્ષા ચાલક પાસેથી પરત મેળવી અરજદારને પરત સોંપતા અરજદાર દ્વારા નેત્રમ ટીમ પાટણ તથા પાટણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.