સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર કચેરી ખાતે કાર્ય શિબિરનું આયોજન કરાયું..

વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ અંતર્ગત થયેલ કાર્યોનું પ્રેઝન્ટેશન કરાયું…

પાટણ તા.૨૩
રાજ્ય સરકાર દ્વારા તા.19 થી તા.25 ડીસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે શુક્રવારે જિલ્લા સેવા સદન ખાતે નિવૃત કલેક્ટર જે.જી.હિંગરાજીયાના અધ્યક્ષ સ્થાને કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્ય શિબિરમાં જિલ્લા ખેતીવાડી કચેરી,જિલ્લા પંચાયત પાટણ, ઔધોગિક તાલીમ સંસ્થા-પાટણ, જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત-પાટણની સુશાસનની બેસ્ટ પ્રેક્ટીસ પહેલનું પીપીટી પ્રેઝન્ટેશન સંલગ્ન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ થયેલ કામગીરી, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન યોજના, સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની યોજના,આઈ ખેડૂત પોર્ટલ થકી મળતી સહાય, સોઈલ હેલ્થ કાર્ડ યોજના,FPO, વગેરે જેવી અન્ય યોજના અંતર્ગત થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ પહેલ-1 અંતર્ગત રજુ કરવામાં આવ્યો હતો.શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યની નિયામક રોજગાર અને તાલીમ સંસ્થા પાટણ દ્વારા થયેલ કામગીરીનો અહેવાલ પણ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.

પીપીટી પ્રેઝન્ટેશનમાં જિલ્લાની ઔધોગિક તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લામાં કાર્યરત કુલ 10 સરકારી, 02 ગ્રાન્ટ-ઈન-એઈડ, 02 ટેક્નિકલ હાઈસ્કુલ તેમજ 07 સ્વનિર્ભર આઈ.ટી.આઈ અંતર્ગત શું કાર્યો કરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. બેંકેબલ યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના, ડિસ્ટ્રીક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાન-2022, વાસ્મો યોજના, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી વગેરેની વિસ્તૃત માહિતી પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ પાટણ દ્વારા સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીનુ વિસ્તૃત વર્ણન પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતુ. સ્પંદન એટલે કે, સ્ક્રીનીંગ ઓફ પોષણ એન્ડ એનેમીયા અંતર્ગત પોષણ, એનેમિયા, માસિક સ્ત્રાવની સ્વચ્છતા-વ્યવસ્થાપન, કૌશલ્ય વિકાસની સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 59 મહિનાના બાળકો માટે નવા જન્મેલા, તેમજ 10-19 વર્ષની શાળાએ ન જતી કિશોરવયની છોકરીઓ માટે સ્ક્રીનીંગના માપદંડ કરવામાં આવ્યું છે. 0 થી 59 મહિના સુધીના બાળકો તેમજ 10-19 વર્ષની શાળાએ ન જતી કિશોરવયી છોકરીઓનો બેઝલાઈન ડેટા પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નિવૃત કલેક્ટર જે.જી.હિંગરાજીયા દ્વારા અધિકારીઓને કામગીરી અંગે જરુરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્ય શિબિરમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસીંહ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.