પાટણની ગૃહકમલ સોસાયટી બે નાં માગૅ પરના નાળા નીચેથી અજાણ્યા ઈસમની લાશ મળતાં ચકચાર મચી..

વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી..

પાટણ તા.૨૩
પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ ગૃહ કમલ વિભાગ બે સોસાયટીના રસ્તા પાસેના ગરનાળા નીચે પસાર થતી કેનાલમાં શુક્રવારના રોજ અંદાજે 35 થી 40 વર્ષના પુરુષ વ્યક્તિનો મૃત દેહ પડ્યો હોવાની જાણ રાહદારીઓ ને થતા લોકો નાં ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.

આ ઘટનાની જાણ આ વિસ્તારના જાગૃત નાગરિક જયંતીજી ઠાકોરને થતાં તેઓએ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી મૃતકની લાશને બહાર કાઢી તેનું પંચનામુ કરીને અજાણ્યા યુવાનની ઓળખ માટે ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના ગૃહકમલ સોસાયટી બે તરફના માર્ગ પર ના નાળાની કેનાલ માંથી અજાણ્યા ઈસમનો મૃત દેહ મળતા સનસનાટી મચી જવા પામી હતી.