જાગ્રુત ગ્રાહક મંડળ દ્વ્રારા પાટણ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક દિન નિમિતે ગ્રાહક જાગૃતિ માટે સાપ્તાહિક ઉજવણી.

જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ (સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થા), અને  કાનૂની માપ, વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી ના સયુક્ત ઉપક્રમે ૨૪ મી ડીસેમ્બર, રાષ્ટ્રીય ગ્રાહક દિન નિમિતે ગ્રાહક જાગૃતિ માટે સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી.

ગ્રાહક જાગૃતિ માટે સાપ્તાહિક ઉજવણી નિમિતે તારીખ ૧૯ થી ૨૫ ડીસેમ્બર સુધી વિવિધ જાહેર સ્થળ, શાળાઓ અને કોલેજો માં શિબિર, સેમીનાર, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રેલી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાનૂની માપ, વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી પાટણના મદદનીશ નિયત્રક સાહેબ શ્રી એસ.વી.પટેલ સાહેબ, નિરિક્ષક સાહેબશ્રીઓ અને જાગૃત ગ્રાહક મંડળ પાટણ ના પ્રતિનિધિ રોનક્ભાઈ ની ઉપસ્થિતિમાં આ શિબિર-સેમીનાર કરવા માં આવ્યા.

આ સાપ્તાહિક ઉજવણી માં, શ્રી એસ.વી.પટેલ સાહેબ દ્વારા ભારત સરકાર દ્વારા નક્કી કરવા માં આવેલ થીમસ- વિષય “Effective Disposal of Cases in Consumer Commission“ ઉપર વિગતવાર માહિતી આપવામાં હતી. જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ ના પ્રતિનિધિ શ્રી રોનાક્ભાઈ મોદી દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો-૨૦૧૯, ગ્રાહકને મળેલ અધિકારો અને ગ્રાહકે ફરિયાદ કઈ રીતે કરવી? ક્યાં કરવી? તેની મહત્વ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જે. એમ.ગજ્જર, શ્રી વી.એ. ચૌધરી અને શ્રી પી.જે. ચૌધરી સાહેબ દ્વારા ખરીદેલ પ્રોડક્ટ ની એમ.આર.પી. પેકેજીંગ તારીખ, વસ્તુનું નેટ વજન અને લીગલ મેટ્રોલોજી વિષયેક ફરિયાદો ક્યાં કરવી અને કેવી રીતે કરવી તેની સમજણ આપી હતી.

આ સપ્તાહ માં પાટણ માં વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં  ગ્રાહક સુરક્ષા વિષય ઉપર ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા નું આયોજન કરેલ હતું. જે સ્પર્ધા માં શ્રેષ્ઠ અંક પ્રાપ્ત કરનાર વિધાથીર્ઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુ માં વિદ્યાથીઓ સાથે સંકલ્પ પણ કરાવ્યો હતો કે “હું વસ્તુ કે સેવા ની ખરીદી વખતે બીલ અવશ્ય લઇશ… અને જો મારી સાથે છેતરપીંડી થશે તો ફરિયાદ અવશ્ય કરીશ” આમ સાપ્તાહિક ઉજવણી કરી વિદ્યાથીઓ અને હાજર  તમામ લોકો ને ગ્રાહક સુરક્ષા વિષે જાગૃત કરવામાં આવ્યા હતા.