
પાટણ તા.૨૪
સાયબર સેલ ટીમ પાટણ દ્વારા પોલીસ અધિક્ષક પાટણનાઓની સુચના આધારે પાટણ જીલ્લામાં સાયબર ક્રાઇમ અવેરેનેસ બાબતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સાયબર સેલ પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર સેલ ટીમ, પાટણ દ્વારા પાટણ શહેર તેમજ ચાણસ્મા શહેર વિસ્તારમાં આવેલ શાળાઓ,કોલેજોમાં “સાયબર ક્રાઇમ તેમજ સાયબર સિક્યુરીટી અવેરનેસ” બાબતે સેમીનાર કરવામાં આવેલ હતો.
સાયબર સેલ ટીમ પાટણ દ્વારા પાટણ શહેર વિસ્તારમાં આવેલ પી.પી.જી. એક્સપરીમેન્ટલ હાઇસ્કુલ તથા ટી એસ.આર. કોમર્સ કોલેજ પાટણ ખાતે તેમજ સાયબર સેલ ટીમ ચાણસ્મા દ્વારા ચાણસ્મા શહેરમાં આવેલ પી.પી.પટેલ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવેલ. સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે? તેને કેવી રીતે ઓળખી શકાય? સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવુ, તેની વિગતવાર સમજ આપવામાં આવેલ. જેમાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વિશીંગ કોલ, ફીશીંગ ઇ-મેઇલ, સીમકાર્ડ ક્લોનીંગ, ઇન્સટન્ટ લોન એપ ઓનલાઇન શોપીંગ ફ્રોડ, ફેક વેબસાઇટ ફ્રોડ, જોબ ફ્રોડ, સોશિયલ મિડીયા રીલેટેડ ક્રાઇમ તેમજ સોશિયલ મિડીયાના સેટીંગ્સથી વાકેફ કરવામાં આવ્યા હતા.
તેમજ સરકાય તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ સાયબર હેલ્પલાઇન નંબર-1930 તથા લગત ઓનલાઇન ફરીયાદ માટે પ્રસિદ્ધ કરવામાં સાયબર ક્રાઇમ www.cybercrime.gov.in અંગે પણ સમજ આપવામાં આવેલ હતી.