
અનેક કિસ્સાઓમાં મહિલાઓની હત્યાઓ કરી અને અલગ રૂપ આપી દેવામાં આવતું હોય છે. તેવામાં આ ઘટનામાં પણ મહિલાના પરિવાર જનોને શંકા જતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વધુ એક ક્રાઇમનો ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં મૃતક મહિલનો મૃતદેહ દફનાવ્યા બાદ ફરીથી બહાર કાઢવામાં આવ્યો છે. કારણ કે અંહી તેના પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય અને તેની હત્યા કરી નાખવામાં આવી હોય તેવામાં આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
શું હતો મામલો,શા કારણે લાશને બહાર કઢાઈ ?
આ વાત છે. બનાસકાંઠા જિલ્લાના જાનાવાડા ગામની અંહી દફન કરેલ ઍક મહિલાના મૃતદેહને તેની દફન વિધિના દોઢ માસ બાદ ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ મહિલાના મોતનું કારણ એવું હતું કે તે પાણીની કૂંડીમાં પડી ગઈ હતી અને જેથી તેનું મોત નિપજ્યું હતું જોકે આ બાદ મહિલાના પિયારીયાઓને મોતને લઈને શંકા ઉપજતા પોલીસમાં અરજી આપી અને મહિલા સાથે દુષ્કર્મ થયા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કોની સામે સોઈની અણી ?
આ બનાવમાં મૃતક મહિલાના પિયર પક્ષ દ્વારા મહિલાના પતિ સહિતના 6 લોકો સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
તપાસનો ધમધમાટ
આ બાદમાં પોલીસએ સ્થાનિક વાવના મામલતદાર,તબીબ સહિતના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢીને એફએસએલમાં મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.અમદાવાદ ખાતે પીએમ અર્થે ખસેડી અને રિપોર્ટ માટે હાલ રાહ જોવામાં આવી રહી છે.
આ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ બનાવને લઈને રિપોર્ટ અમદાવાદ ખાતેથી આવ્યા બાદ શું કારણ સામે આવે છે.અને કેટલા પુરાવાઓ પોલીસને હાથ લાગે છે. તેના પર સૌ કોઇની નજર રહેલી છે. અનેક કિસ્સાઓમાં મહિલાઓની હત્યાઓ કરી અને અલગ રૂપ આપી દેવામાં આવતું હોય છે. તેવામાં આ ઘટનામાં પણ મહિલાના પરિવાર જનોને શંકા જતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.