પાટણની શેઠ એમ એન શાળા નાં શિક્ષક દ્વારા વિધાર્થીને ઉંધો લટકાવી માર્યો હોવાના આક્ષેપ મામલે તપાસ હાથ ધરાઈ..

વિધાર્થી દ્વારા શાળા માં અભ્યાસ કરતી વિધાર્થીની ને મેસેજ મોકલવા બાબતે ઢપકો આપી લાફો માર્યો હતો શિક્ષક..

બીટ નિરીક્ષક દ્વારા તટસ્થ રીતે તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરી જિ.પ્રા.શિ.ને સુપ્રત કરાશે..

પાટણ તા.૨૪
પાટણ શહેરની શાળામાં મસ્તી કરતા ધોરણ 8 ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની બાબતને લઈને વાલી દ્વારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા શાળા પરિવાર ને લેખિતમાં રજૂઆત કરાતા શાળા દ્વારા આ મામલે જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીને અવગત કરતાં આ બાબતે બીટ કેળવણી નિરીક્ષક ને તપાસ સોંપવામાં આવી હોવાનું અને બીટ કેળવણી નિરીક્ષક દ્વારા તમામ ના નિવેદન લેવામાં આવી રહ્યા હોય જે નિવેદનો આધારે રિપોર્ટ તૈયાર કરી પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂ કરી આગળ ની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરની શ્રી.શેઠ.એમ.એન પ્રાથમિક શાળા માં ધોરણ 8 માં અભ્યાસ કરતા રાવળ સોહિલ નામનો વિદ્યાર્થી એ કલાસ માં શિક્ષક ના હોવાના કારણે અન્ય વિદ્યાર્થીઓની સાથે મસ્તી કરી રહ્યો હોય ત્યારે અચાનક કલાસ માં શિક્ષક મયંક પટેલ આવ્યા હતા અને ક્લાસમાં મસ્તી કરી રહેલ સોહિલ ને ઠપકો આપવાના બદલે માર મારતા બાળકે ઘરે જઈ પરિવારને જાણ કરતા વાલી રોસે ભરાઈ શાળા ખાતે આવી આચાર્યની સમક્ષ શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી.જે બાબતે શાળા દ્વારા જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીને અવગત કરતાં આ બાબતે બીટ કેળવણી નિરીક્ષક ચંદ્રકાન્તભાઈ ઠક્કરને આ સમગ્ર બનાવ અંગે તપાસ સોંપવામાં આવતા બીટ નિરીક્ષક દ્વારા આ મામલે શાળા માં આવી ને સ્કૂલ ના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, વાલી અને વિદ્યાર્થી અને સ્કૂલ માં માર મારનાર શિક્ષક મયંક પટેલનું નિવેદન લેવામાં આવ્યા હતા. બીટ નિરીક્ષક ચંદ્રકાન્ત ભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તમામ ના નિવેદન લઈ રિપોર્ટ તૈયાર કરી પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રિપોર્ટ મુકવામાં આવશે અને શુ હકીકત છે તે તપાસી ને આગળ ની કાર્યવાહી કરવામાં આવશે તેવ જણાવ્યું હતું.

શાળા નાં આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે વાલી દ્વારા તેમના બાળક ને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની શાળા મંડળમાં રજૂઆત કરવામાં આવી છે.જેની તપાસ કરતા એ જાણવા મળ્યું છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને ઢોર મારવામાં આવ્યો નથી પરંતુ શિક્ષક ને શાળા ની વિદ્યાર્થીની દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની ને એસ એમ એસ કરતો હતો .જેથી તેને સુધારવા ધોલ મારી હતી પરંતુ વિદ્યાર્થી પાછળ ખસી જતા દિવલે ઘસેડાયો હતો અટલે અને વાગ્યું હોવાનું જાણવા મળ્યું છે તો આ બાબતે વિદ્યાર્થી સાહિલે જણાવ્યું હતું કે અમે બધા વિદ્યાર્થીઓ રૂમ માં મસ્તી કરતા હતા એટલા માં મયંક સર આવી જતા મને માર મારીને ઉધો લટકાવ્યો હતો. અને મને માર માર્યો હતો.તો આ બાબતે
સ્કૂલ શિક્ષક મયંકભાઈ પટેલ જણાવ્યું હતું કે મને વિદ્યાર્થીની એ જણાવ્યું હતું કે સર આ વિદ્યાર્થી મને મેસેજ કરે છે એટલે મેં આ વિદ્યાર્થીને સમજાવા થપ્પડ મારી હતી પરંતુ તે ત્યાંથી પાછળ ખસી જતા તે દીવાલ સાથે ઘસડાયો હતો એટલે તેને છોલાયું છે બાકી મેં તેને કોઈ ઢોર માર માર્યો નથી. જોકે આ સંપૂર્ણ ધટનાની હાલમાં તટસ્થ રીતે તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.