પાટણના પદ્મેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેરમાં ધાસ ચારા નું વેચાણ કરનારા શખ્સ સામે પાલિકા એ કાયૅવાહી હાથ ધરી..

ધાસનો જથ્થો પાલિકા નાં ટ્રેકટરમાં ભરી શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરાતાં અન્ય શખ્સોમાં ફફડાટ ફેલાયો.

પાટણ તા.૨૪
પાટણ શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે રખડતા ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરો ને જાહેર માં લીલો ઘાસચારો નાખી ગંદકી ઉભી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શનિવારના રોજ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ પદ્મેશ્વર મહાદેવ પાસે તેમજ સારથી સ્ટેટસ પાસે જાહેરમાં ઘાસચારો વેચનાર સામે પાટણ નગરપાલિકાના ગાયત્રી વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખુલ્લા માં ઉભા રહી ધાસનુ વેચાણ કરતાં શખ્સોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પાટણ નગરપાલિકા નાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ અને પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ સહિત ની ટીમ દ્વારા ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં નિરિક્ષણ કરી શહેરમાં પાલિકાના નિયમ વિરુદ્ધ લારી ગલ્લા માર્ગો ઉપર લઈ ને વ્યવસાય કરતા વેપારીઓ સહિત શહેરના નવા બસ સ્ટેન્ડ, લીલી વાડી હાઈવે માર્ગ પર ગેર કાયદેસર નાં દબાણો કરનારાઓ સહિત જાહેર રોડ ઉપર ઘાસચારો વેચવા વાળાને સુચનાઓ આપવામાં આવી હતી અને આ બાબતે પાલિકા નાં વોડૅ ઇન્સ્પેક્ટરોને પણ સુચનાઓ આપવામાં આવી હતી ત્યારે શનિવારના રોજ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર પદ્મેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેરમાં ધાસનુ વેચાણ કરનારા શખ્સ સામે આ વોડૅ નાં વોડૅ ઇન્સ્પેક્ટર દ્વારા જરૂરી કાર્યવાહી કરી ઘાસચારો નગરપાલિકા નાં ટ્રેકટરમાં ભરાવી દઈને શખ્સ સામે કાયૅવાહી હાથ ધરવામાં આવતાં શહેરના અન્ય વિસ્તારોમાં જાહેરમાં ધાસ ચારા નું વેચાણ કરનારા શખ્સોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.