પાટણના સેવાભાવી વ્યક્તિ દ્વારા જરૂરતમંદ વ્યક્તિ ને ધાબળો અપૅણ કરતાં વ્યક્તિ એ આનંદ વ્યક્ત કર્યો..

પાટણ તા.24
પાટણ મા છેલ્લા બે દિવસથી પવન સાથે શરીર ધ્રુજાવતી સખ્ત ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે આવી કડકડતી ઠંડીમાં ફુટપાથ પર જીવન જીવતાં ગરીબ લોકોની હાલત દયનીય બની છે ત્યારે આવા લોકો ની ચિંતા સેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ધાબળા વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ માં પાટણના સેવાભાવી વ્યક્તિ હષૅદભાઈ પંચોલીએ આવાજ એક જરુરિયાત મંદ વ્યક્તિ જેને રાત્રે ઠંડી મા ધાબળાની ગરમ કંમ્બલ ની જરુર હોવાથી 108 ના પાઈલોટ ગુલાબખાન નાં ઉગલી નિર્દેશ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવતાં આ વ્યક્તિ એ હષૅદભાઈ પંચોલી અને 108 નાં પાયલોટ ગુલાબખાનજણાવ્યું તેથી ગુલાબખાન નો આભાર વ્યક્ત કર્યો હતો.