ભારતમાં જૈન સમાજ નું બીજા નંબરે આવતું આસ્થા કેન્દ્ર શંખેશ્વર શહેર ઝંખી રહ્યું છે સુવિધા સંપન્ન બસ સ્ટેન્ડ..

દર મહિને ત્રણ લાખથી વધુ જૈન યાત્રિકો આવતાં હોવા છતાં બસ સ્ટેન્ડ માં સુવિધાનાં નામે મીંડું હોય લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે..

રોજની ૧૪૭ બસો આવતી હોવાની સાથે ૭ જેટલી બસો રાત્રી રોકાણ કરતી હોવા છતાં બસ સ્ટેન્ડ માં બાથરૂમ કે શૌચાલય ની સુવિધા નથી..

ગુજરાત નાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હૈયાધારણા આપી હોવા છતાં આજદિન સુધી નવીન બસ સ્ટેન્ડ ની કામગીરી શરૂ થઈ શકી નથી..

પાટણ તા.૨૫
(તસ્વીર-અહેવાલ યશપાલ સ્વામી-પાટણ)
પાટણ જિલ્લા નું શંખેશ્વર શહેર જૈનોની તીર્થ નગરી તરીકે જગ વિખ્યાત છે શંખેશ્વર એ ભારત ભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તિર્થ ગણવામાં આવે છે અહીં વર્ષે દહાડે લાખો જૈન યાત્રિકો દેશ વિદેશ થી આવતા હોઈ છે છતાં શંખેશ્વર માં મુસાફરો માટે બસ સ્ટેન્ડ ની જોઇએ તેવી સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી તેમજ નવીન બસ સ્ટેન્ડ માટે ની કામગીરી પણ પાયા લેવલનું કામ લાવીને છેલ્લા ધણા વર્ષો થી વિલંબમાં પડેલ હોવાથી અહિં આવતાં જૈન યાત્રિકો સહિતના મુસાફરો સંડાસ બાથરૂમ સહિતની અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે.

જૈન સમાજ નાં યાત્રાધામ તરીકે ની ઓળખ પ્રાપ્ત કરનાર શંખેશ્વર તિર્થ સ્થાનક નાં નવીન બસ સ્ટેન્ડ માટે અનેક વખત ખાતમુહૂર્ત થયા પરંતુ છેલ્લા 15 થી 20 વર્ષ થી ડખે ચઢેલું નવીન બસસ્ટેન્ડ તાજેતરમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની શંખેશ્વર મુલાકાત દરમિયાન લોકોને નવીન બસ સ્ટેન્ડ માટે ની અપાયેલી હૈયાધારણા પણ પોકળ સાબિત બનતા અહિં આવતાં યાત્રાળુઓ માં બસ સ્ટેન્ડ નાં મામલે નારાજગી જોવા મળી રહી છે.

પાટણ જિલ્લા ના છેવાડાના તાલુકા મથક ગણાતુ શંખેશ્વર શહેર જૈન સમાજ માટે ભારત ભર નું બીજા નંબર નું પ્રસિદ્ધ જૈન તીર્થધામ છે .અહીં પર્યુષણ ના સમયે હજારો લાખો જૈન યાત્રિકો આવતા હોઈ છે છતાં આ શંખેશ્વર જૈન તીર્થ માં આવતા મુસાફરો માટે આવવા જવા માટે સારું બસ સ્ટેન્ડ નથી.હાલમા દરેક શહેર માં એક આઇકોનિક બસસ્ટેન્ડ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે જૈન તીર્થ સમાન શંખેશ્વર મા કહેવા ખાતર ની પણ પ્રાથમિક સુવિધા ગણાય તેવી સુવિધા ઉપલબ્ધ નથી તેને અહિં આવતાં લોકો એક શરમજનક બાબત ગણાવી રહ્યા છે. નવીન બસ સ્ટેન્ડ ની ખાતમૂહુર્ત વીધી બાદ સ્થળ પર ઉતારવામાં આવેલ બાંધકામ માટે નો માલ સમાન પણ હાલમાં ધૂળ ખાય રહેલો જોવા મળી રહ્યો છે ત્યારે નવીન બસ સ્ટેન્ડ નો જે પણ વિવાદ હોય તેને તંત્ર દ્વારા નિરાકરણ લાવી તાત્કાલિક ધોરણે શંખેશ્વર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ સાથે નું આઇકોનિક બસ સ્ટેન્ડ વહેલા માં વહેલી તકે નિમૉણ પામે તેવી માંગ જૈન યાત્રાળુઓ સહિતના મુસાફરો ઈચ્છી રહ્યા છે.

  • જૈન સમાજના આસ્થાનું શહેર હોય વર્ષે દિવસે લાખો જૈન યાત્રિકો શંખેશ્વર ખાતે આવતા હોવા છતાં શંખેશ્વર માં જોઈએ તેવી બસ સ્ટેન્ડ ની સુવિધા નથી ત્યારે યાત્રિકો ને ધ્યાનમાં રાખીને પણ શંખેશ્વર ખાતે સુવિધા સંપન્ન બસ સ્ટેન્ડ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ મુંબઈ થી આવેલાં હીનાબેન હરનીષભાઈ સાવલા નામની જૈન યાત્રિક મહિલાએ માંગ કરી છે.
  • મુંબઈ થી દર ત્રણ મહિને શંખેશ્વર ખાતે દશૅનાથૅ આવતા આવતાં જૈન સમાજના હરનીશ વસંતજી સાવલાએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે ગુજરાત માં અધતન સુવિધા સાથે નાં બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે જૈન સમાજના આસ્થા કેન્દ્ર સમા શંખેશ્વર ખાતે બસ સ્ટેન્ડ ની સુવિધા નથી જેને લઇને જૈન સમાજ નાં લોકો ની લાગણી દુભાય રહી છે ત્યારે આ જૈન સમાજ નાં તિથૅ સમા શંખેશ્વર માં ઈન્ટરનેટ સુવિધા સાથે ગુજરાત મોડલ નું અધતન સુવિધા સભર બસ સ્ટેન્ડ બને તે માટે ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંગત રસ લઈને આ બસ સ્ટેન્ડ ની સુવિધા ઉપલબ્ધ બનાવે તેવી માંગ કરી હતી.
  • છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ માટે શંખેશ્વર ખાતે અપડાઉન કરતી કીજલ ઠાકોર નામની વિદ્યાર્થીનીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શંખેશ્વર માં બસ સ્ટેન્ડ તો છે પરંતુ અહિયાં સ્ત્રીઓ માટે બાથરૂમ કે શૌચાલય ની કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી જેને કારણે બહું જ મુશ્કેલ પડી રહી છે તો ક્યારેક ન છુટકે પણ મહિલા ઓને ખુલ્લા માં બાથરૂમ જવાની ફરજ પડતી હોય છે ત્યારે શંખેશ્વર ખાતે સુવિધા સાથે નું બસ સ્ટેન્ડ તાત્કાલિક બનાવવામાં આવે તો અહિયાં અભ્યાસ માટે આવતી અમારા જેવી વિધાર્થીનીઓ સહિતની મહિલાઓ ની મુશ્કેલી નિવારી શકાય તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
  • શંખેશ્વર એસ ટી બસ સ્ટેન્ડ બાબતે માહિતી આપતાં ફરજ પરના એસ ટી કમૅચારી રાવળ ખોડાભાઇ શંકરભાઈ એ જણાવ્યું હતું કે આ જૈન તિર્થ ધામ હોવાથી મહિનામાં ૩ લાખથી વધુ જૈન યાત્રિકો અહિયાં આવે છે તો રોજની ૧૪૭ જેટલી બસો અહિયાં આવે છે જે માંથી ૭ જેટલી બસો નાઈટ રોકાણ શંખેશ્વર ડેપોમાં કરે છે તો શંખેશ્વર નવીન બસ સ્ટેન્ડ ની કામગીરી કોન્ટ્રાક્ટરે આજથી પાંચેક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી પરંતુ જમીન નાં વિવાદ ને લઈને કોટૅ મેટર ઉભી થતાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીં બસ સ્ટેન્ડ માટે ઉતારવામાં આવેલ માલ સામાન કાંટ ખાઈ રહ્યો છે તો કેટલોક સામાન ચોરી થઈ ગયો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
    • શંખેશ્વર એસ ટી ડેપો ની ખોચ માં પડેલી કામગીરી બાબતે ગામના સરપંચ ડી એચ ગઢવી એ જણાવ્યું હતું કે આ જૈનોનુ યાત્રા ધામ છે પરંતુ બસ સ્ટેન્ડ નાં વિવાદીત પ્રશ્નને લઈને શંખેશ્વર ની છાપ યાત્રાળુઓ માં ખુબજ ખરાબ થઈ રહી છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય ને સાથે રાખીને વહેલી તકે નવીન બસ સ્ટેન્ડ ની કામગીરી શરૂ થાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.