પાટણ શહેરની પાયલ પાર્ક અને પદ્મપાકૅ સોસાયટી નાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા..

પદ્મપાકૅ સોસાયટીના મકાનમાં તસ્કરો ને ફેરો ફોગટ રહ્યો જ્યારે પાયલ પાકૅ માંથી રોકડ દાગીના લઈ તસ્કરો ફરાર થયા..

પાટણ તા.૨૬
પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક આવેલ પાયલ પાકૅ સોસાયટી અને ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ પદ્મપાકૅ સોસાયટીના મકાન ને તસ્કરો એ નિશાન બનાવ્યા હતા જોકે પદ્મપાકૅ સોસાયટી નાં બંધ મકાનમાંથી તસ્કરો ને કાંઈ હાથ ન લાગતાં ફોગટ નો ફેરો પડ્યો હતો જ્યારે પાયલપાકૅ સોસાયટી નાં મકાન માંથી તસ્કરો રોકડ રકમ અને દર દાગીના ની તસ્કરી કરી પલાયન થઈ જતાં આ બાબતે મકાન માલિક દ્વારા પોલીસ ને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ધરફોડ ચોરી બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડી એ જોર પકડ્યું છે ત્યારે આ ઠંડીનો લાભ તસ્કરો ઉઠાવી ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા હોય તેમ શહેર અને જિલ્લામાં ધરફોડ ચોરીના બનાવો દિવસે દિવસે વધતાં લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે રવીવાર ના બપોરના સુમારે કોઈ તસ્કરો એ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં આવેલ પાયલ પાકૅ સોસાયટી માં રહેતા કિરણભાઈ પોતાના માતા પિતા ને દવાખાને બતાવવા પોતાનું મકાન બંધ કરો ને ગયાં હતાં ત્યારે તસ્કરો સમય નો લાભ ઉઠાવી તેઓના બંધ મકાનને નિશાન બનાવી ધરમાં રહેલ તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ રૂ.50 હજાર વાગે ઘરે આવ્યા તો જોયું તો ઘરના દરવાજા નું લોક તોડી તિજોરી તોડીનાની તિજોરી તોડી,અંદર પડેલા રૂ 50 ની રોકડ રકમ,વિટી,ચાદીનો કંદોરો સહિત તિજોરી ને 10 હજાર જેટલું નુકસાન કરી ફરાર થયાં હતાં.જે બાબતની જાણ દવાખાને થી પરત ફરેલા કિરણભાઈ ને થતા તેઓએ આ બાબતે અજાણ્યા તસ્કરો સામે પોલીસ મથકે જઈ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી.

તો શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ પદ્મપાકૅ સોસાયટીના એક બંધ મકાનનુ રવીવાર ની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો એ તાળું તોડી ધરમાં પ્રવેશી ચોરી નો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ હાથ ન લાગતાં તસ્કરો ને ફેરો ફોગટ પડ્યો હોવાનું વિસ્તારના લોકો એ જણાવ્યું હતું. શિયાળાની ઠંડી શરૂ થતાં જ પાટણ શહેર અને જિલ્લામાં વધી રહેલાં ધરફોડ ચોરીના બનાવોને લીધે લોકો માં ફફડાટ વ્યાપ્યો હોય પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સધન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.