સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને કલેકટર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયાં..

પાટણ તા.26
પાટણ શહેરમાં કાર્યરત સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જે રંગોળી હરીફાઈમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ નંબરે આવેલ જિલ્લા અને તાલુકાના સ્પર્ધકોને સોમવારના રોજ પાટણ જિલ્લા કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પાટણ કલેકટર ના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવાના કાર્યક્રમ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પાટણના ઉત્સાહી કાર્યકર સંજયભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.