ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે એકી સાથે સાત મકાનનાં તાળાં તોડતા તસ્કરો..

એકી સાથે ગામમાં સાત મકાનોનાં તાળા તૂટતાં ગ્રામજનો માં ફફડાટ વ્યાપ્યો…

પોલીસે ધટના સ્થળે દોડી આવી તપાસ નાં ચક્રો ગતિમાન બનાવ્યા..

પાટણ તા.26
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે રવિવારની મોડી રાત્રે થી સોમવારે વહેલી સવાર સુધીમાં એકી સાથે સાત મકાનના તાળા તોડીને તસ્કરો એ ચોરીનાં બનાવોને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ સવારે ગ્રામજનો ને થતાં સનસનાટી મચી જવા પામી હતી આ સાત મકાનો પૈકી એક મકાન માલિક નીચે સુતા હતા અને મેડાની ઉપરની રૂમમાં તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો છે. જ્યારે અન્ય છ મકાનો બંધ હોવાથી તાળા તોડીને તસ્કરે હાથ અજમાવ્યો હોય બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી ફરાર થયેલ તસ્કરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના પિપળ ગામે ગત રાત્રીના સુમારે ઠંડી નો લાભ ઉઠાવી તસ્કર ટોળકી એ એકી સાથે સાત ઘરમાં પોતાનો કસબ અજમાવ્યો હતો જે સાત ધર પૈકી છ બંધ મકાનોના માલિક બહાર ગામ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે જેથી બંધ મકાનમાંથી તસ્કરો શું શું ચોરી કરી લઇ ગયાં છે તે તો મકાન માલિક આવ્યા બાદ માલુમ પડશે પરંતુ પટેલ રમેશભાઈ જોઈતારામ નિવૃત્ત શિક્ષક જેઓ નીચેના મકાનમાં પોતાના પરિવાર સાથે સુતા હતા જ્યારે મેડા ઉપર ના રૂમમાં તાળું તોડીને તસ્કરો એ અંદરના કબાટમાં રહેલો સામાન દાગીનાના બોક્સ સહિત અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર પડેલ જોવા મળી હતી આ વેર વીખેર પડેલાં બોક્સમાં દાગીના હતા કે કેમ તેની જાણકારી રમેશભાઈ પટેલ ને ખબર ન હોય આ દાગીના નાં બોક્સ પોતાની પુત્ર વધુ નાં હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

ચાણસ્મા તાલુકાના પિપળ ગામે તસ્કરો દ્વારા એકી સાથે સાત મકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણ પોલીસ ને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પીંપળ ગામમાં એકી સાથે સાત મકાનોના તાળા તૂટતાં ગ્રામજનો માં ફફડાટ સાથે સન્નાટો છવાયો છે ત્યારે પીંપળ ના પૂર્વ સરપંચ કિર્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રાત્રી પેટ્રોલિંગ સધન કરવામાં આવે અથવા હોમગાર્ડ ના જવાનોને રાત્રી ચોકી માટે ગ્રામ્ય વિસ્તારોમાં મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. તો ગામના હર્ષદભાઈ દવે જણાવ્યું હતું કે જો ગામમાં સીસી કેમેરા નાખવામાં આવ્યા હોત તો તસ્કરો પકડાઈ જવા પામ્યા હોત માટે ગામમાં સીસી કેમેરા નાખવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી હતી.