પાટણ શહેરમાં શિક્ષણની જ્યોત જગાવનાર સ્વર્ગસ્થ રાજેશભાઈ રાવલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા..

બ્લડ ડોનેશન કેમ્પમાં 48 બ્લડ ડોનરો એ સ્વેચ્છાએ પોતાના બ્લડનું ડોનેટ કર્યું..

ભજન સંધ્યા સહિત જ્ઞાતિ સમાજે સમૂહમાં ભોજન લઈ સ્વર્ગસ્થની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી..

પાટણ તા.૨૬
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પાટણનું નામ રોશન કરનાર અને શહેરમાં તપોવન લિટલ સ્ટાર કેકારવ અને જ્ઞાનમંદિર સ્કૂલ જેવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી અનેક જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડનાર સ્વર્ગસ્થ રાજેશભાઈ રાવલની રવિવારના રોજ દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો દ્વારા શાળા પરિવારના સહયોગથી શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે ત્રિવીધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વ.રાજેશભાઈ રાવલની દ્રિતીય વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેઓનાં સુપુત્ર ચિ. હાર્દિક રાવલ સહિતના શાળા સ્ટાફ નાં સુંદર સહિયોગ થકી ત્રિવિધ કાર્યક્રમ માં બ્લડ ડોનેશન કેમ્પ,શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ નો સમૂહ ભોજન સમારોહ અને સ્વામી ઓરકેસ્ટ્રા દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં 48 બ્લડ ડોનરો એ સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. તો ભજન સંધ્યાના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો એ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ રાજેશભાઈ રાવલ ની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ કોર્પોરેટર મનોજ પટેલ, હરેશ મોદી,ધનશ્યામ પટેલ,પૂર્વ કોર્પોરેટર સતીશ ઠક્કર, ડો.પરિમલ જાની, ડો. શંકરભાઈ પટેલ,ડો. મોહનભાઈ પટેલ,ડો.પુલકિત મોદી, નિભાવ દૈનિક ના તંત્રી અશ્વિનભાઈ જોશી, હરેશભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો સાથે સ્વર્ગસ્થ રાજેશભાઈ રાવલના સગા સંબંધી સનેહીમિત્રો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કાર્યક્રમોના અંતે ઉપસ્થિત સૌનો હાર્દિક રાવલે આભાર વ્યક્ત કર્યો હતો.