અરીઠા ગામે ચાણસ્માના ધારાસભ્ય નો આભાર દર્શન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લા કોંગ્રેસ અનુ.જાતી નાં પ્રમુખ દ્વારા બંધારણ ગ્રંથ સહિતની મોમેન્ટો આપી અભિવાદન કર્યું..

ભાજપ દ્વારા આ વિસ્તારમાં છેલ્લા 27 વર્ષ માં જે વિકાસ નાં કામો કરાયાં નથી તે કામો યુધ્ધના ધોરણે શરૂ કરાશે..

પાટણ તા.26
ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી વિજેતા બનેલા સેવાભાવી કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોર ના ઠેર ઠેર વિજય સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યા છે ત્યારે સોમવાર નાં રોજ ચાણસ્મા વિધાનસભા વિસ્તારના અરીઠા ગામે દિનેશજી ઠાકોર નો આભાર દર્શન અને સન્માન કાર્યક્રમ પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ વિભાગ ના પ્રમુખ હસમુખ સકસેના ની આગેવાની હેઠળ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત કરવામા આવ્યો હતો.

ચાણસ્મા વિધાનસભા વિસ્તારના અરીઠા ગામે ધારાસભ્ય નાં આયોજિત આભાર દર્શન અને સન્માન કાર્યક્રમ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અનુ. જાતિ વિભાગના પ્રમુખ હસમુખભાઇ સક્સેના દ્વારા ધારાસભ્ય ને બંધારણ ગ્રંથ સાથેની મોમેન્ટ, ફૂલહાર અને સાલ સાથે સન્માન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ધારાસભ્ય દિનેશજી ઠાકોરે માં મોગલ ના દર્શન કરી ૨૭ વર્ષ માં ભાજપ સરકાર દ્વારા આ વિસ્તારમાં જે કામો થયાં નથી તે વિકાસના કામો યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
અરીઠા ગામે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય બળવંજી ઠાકોર,હારીજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણજી ઠાકોર, અરીઠા ગામના આગેવાન ઠાકોર ગેલાજી, ઠાકોર બચૂજી, ચુંડાજી ઠાકોર, પરાગ પટેલ, પરમાર ઓખાભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.