પાટણના કરાટે બાજ પાંચ બાળકો એ કરાટે ની સ્પર્ધામાં રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા..

ત્રણ સિલ્વર રાજ્ય કક્ષાએ એક બ્રોન્ઝ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક બ્રોન્ઝ મેડલ મેળવી પાટણને ગૌરવ અપાવ્યું..

પાટણ તા.26
વાડકાઇ કરાટે ડો.ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કરાટે ની ગાધીનગર ખાતે યોજાયેલ સ્ટેટ ચેમ્પિયનશિપ 2022માં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પાટણ જિલ્લાને મળ્યો હતો જ્યારે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પાટણના જ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ મેળવીને પાટણનું નામ રોશન કર્યું હતું.

ગાંધીનગર નાં અડાલજ ખાતે આવેલ જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે રાજ્ય કક્ષાની સ્ટેટ ચેમ્પિયનશિપ કુમિતે કરાટે ફાઈટ સ્પર્ધા નું આયોજન થયું હતું આ સ્પર્ધામાં ગુજરાતનાગાંધીનગર, અમદાવાદ, આણંદ,સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ,મહેસાણા , સાબરકાંઠા અને પાટણ જિલ્લા માંથી અંદાજે 627 જેટલા ખેલાડીઓએ અલગ અલગ વજન અને વય જૂથ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતુ.

આ સ્પર્ધામાં પાટણના છ જેટલા ખેલાડીઓએ વિવિધ વય જૂથ વજન કેટેગરીમાં ફાઈટ કરી હતી અને છ જેટલા ખેલાડીઓ માંથી ત્રણ ખેલાડીઓએ રાજ્યમાં બીજા નંબરે સિલ્વર મેડલ મળ્યા હતા જ્યારે એક ખેલાડીએ ત્રીજા નંબરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. સિલ્વર મેડલ મેળવતા ખેલાડીઓમાં પટેલ વેદ એ (B-47), પ્રજાપતિ યશ અમિતકુમાર (B-27) , પાર્થો અલ્કેશ પંડ્યા(B-74 ) સિલ્વર મેડલ,અને સોની પ્રાંસવ એન (B-9)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ ઉપરાંત પટેલ વંશી એસ અને પટેલ પ્રહર્ષ ક્રિયેશભાઈને આ આશ્વાશન ઇનામ તેમજ દરેક વિદ્યાર્થીને સંસ્થાના સર્ટિ આપી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં નેપાળ ખાતે ઇન્ટરનેશનલ સ્પર્ધા નું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાંથી એકમાત્ર ખેલાડી પ્રજાપતિ પ્રિન્સ ચેતનભાઇએ નેપાળ ખાતે યોજાયેલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી પાટણ તેમજ પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું હતું નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ભુટાન થી ખેલાડીઓએ સ્પર્ધામાં ઉતર્યા હતા. વાડો કાઇ કરાટે ઇન્ડિયાના ડાયરેક્ટર ક્યોષી અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં પાટણના એકમાત્ર મહિલા કરાટે કોચ શીતલબેન અલ્કેશ પંડ્યા તેમજ સંસ્થા સાથે જોડાયેલ 80 જેટલા કોચ, ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વગેરેએ રેફરી તેમજ ઓફિસિયલ તરીકે મેચ દરમિયાન સેવાઓ આપી હતી.
આ પ્રસંગે મહિલા સુરક્ષા સેતુના માજી ડાયરેક્ટર એસ.કે નંદા તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા