પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ.બ્રાહ્મણ સેવા સમાજ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજ સંગઠન ની ભાવના સાથે યોજાયેલ સ્નેહ મિલન સમારોહ ની ઉપસ્થિતિ મહાનુભાવો એ સરાહના કરી..

પાટણ તા.25.
પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ. બ્રાહ્મણ સેવા સમાજ નો સ્નેહમિલન કાર્યક્રમ રવિવારના રોજ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે ગીરીશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અને સનાતન સેવા આશ્રમ ખારીવાવડી ના પરમ પૂજ્ય સંત શ્રી નટુરામ મહારાજના આશીર્વાદ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ ખાતે આયોજિત આ સ્નેહ મિલન સંભારંભ ના મુખ્ય મહેમાન પદે સમાજના ટ્રસ્ટી રાજીવભાઈ જોશી, અતિથિ વિશેષ પદે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, સુરેશભાઈ જે વ્યાસ, સુમનભાઈ એચ વ્યાસ, કૌશિકભાઇ જે વ્યાસ, પ્રકાશભાઈ પી રાવલ, હિતેન્દ્રભાઈ એસ જાની, જયદેવભાઈ એલ દવે નિભાવ દૈનિકના અશ્વિનભાઈ જોશી સહિતના આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી સમાજ સંગઠનની ભાવનાને ઉજાગર કરવા આયોજિત કરાયેલા સ્નેહમિલન કાર્યક્રમની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ સ્નેહ મિલન પ્રસંગે ઉચ્ચ ગુણાંક પ્રાત કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ. બ્રાહ્મણ સેવા સમાજ આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા વ્યવસ્થાપક મંડળના પ્રમુખ અમૃતલાલ એમ મહેતા (પત્રકાર)સહિતના ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈદવે દ્વારા કરવામાં આવ્યું હતું