પાટણ નગરપાલિકા દ્વારા નિયમનું ઉલ્લંઘન કરનારા લારી ગલા ચાલકો પાસેથી ₹3,000 નો દંડ વસુલ્યો.

શહેરના રતનપોળ થી રેલવે સ્ટેશન સુધી પાલિકા ટીમે નિરિક્ષણ કર્યું..

પાટણ તા.૨૬
પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા સોમવારથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ સહિતની ટીમે સોમવારના રોજ શહેરના રતનપોળ થી લઈને રેલવે સ્ટેશન માગૅ સુધી ની પદયાત્રા કરીને રોડ પર પાલિકા દ્વારા મારેલા સફેદ પટ્ટાની બહાર લારી ગલ્લા લઈને ઊભા રહેલા લોકોને પોતાના લારી ગલ્લા સફેદ પટ્ટાની અંદર ફરજિયાત પણે ઊભા રાખવા તેમજ લારી ગલ્લાની આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી ન સર્જાય તેની તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી હતી. તો કેટલાક લારી ગલા વાળાઓને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર દંડ વસૂલ કરી અંદાજિત રૂ.3000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલ અભિયાનને લઈને પાલિકાના નિયમનું ઉલ્લંઘન કરનારા લારી ગલ્લા સહિતના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.