
ઈન્ટરવ્યુ માં પસંદગી પામેલા ઉમેદવારોના નામ બંધ કવર માં સિલ કરાયાં..
પાટણ તા.૨૬
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં આર્કીટેકચર, કેમેસ્ટ્રી, એમબીએ અને હોસ્પિટલ મેનેજમેન્ટના વિભાગોમાં ટીચીંગ સ્ટાફની કાયમી ભરતી માટે સરકાર દ્વારા નોમીનેટ કરાયેલા એકસપોર્ટોની ઉપસ્થિતિ વચ્ચે કુલપતિની દેખરેખ હેઠળ સોમવારે ઇન્ટરવ્યુ યોજાયા હતા.
રાજય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા યુજીસીની ગાઇડલાઇન મુજબ પાટણ યુનિવર્સિટી દ્વારા તા.૧૮ ઓકટોબરના રોજ પ્રસિધ્ધ કરાયેલ જાહેરાત અનુસંધાને યુનિવર્સિટીના ચાર વિભાગોમાં પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસરોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે સોમવારે યુનિવર્સિટી નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ઇન્ટરવ્યુ યોજાયા હતા જેમાં આર્કીટેકચર વિભાગમાં પ્રોફેસર અને આસીસ્ટન્ટની પાંચ જગ્યાઓ, કેમેસ્ટ્રી વિભાગમાં ૬ જગ્યાઓ, એમબીએ વિભાગમાં ૩ જગ્યાઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટની બે જગ્યાઓ પર ભરતી કરવા માટે ગર્વમેન્ટ નોમીનેટ દ્વારા નિમણુંક કરાયેલા ચાર જેટલા એકસપોર્ટી અને કુલપતિની સીધી દેખરેખ હેઠળ મૌખિક ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા.

આ ઇન્ટરવ્યુંમાં એમબીએ વિભાગમાં ૩ ઉમેદવારો, હોસ્પિટલ મેનેજમેન્ટમાં બે ઉમેદવારો, કેમેસ્ટ્રીમાં ૫ અને આર્કીટેકચર વિભાગમાં અંદાજે ૭ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા. ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા મેરીટ લીસ્ટ મુજબ નિમણુંક થનાર ઉમેદવારોના કવરો ખોલી તેઓની ભરતી કરવામાં આવશે તેવું યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જણાવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયા ગેરવાજબી હોવાનાં આક્ષેપ ઉઠ્યા..
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં ચાર વિવિધ વિભાગોમાં કાયમી ટીચીગ સ્ટાફની કાયમી ભરતી માટે સોમવારે યોજાયેલ ઈન્ટરવ્યુ પ્રકિયા કારોબારી સમિતી ને વિશ્વાસ માં લીધાં વીના તેમજ હાઈકોર્ટે ના હુક્મ ના અનાદર સાથે ભરતી પ્રકિયા માં કવોલીફાઈડ ઉમેદવારો ને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ ઈન્દોર માંથી આઈએમએ કરેલા ઉમેદવાર સુશમન શમૉ એ આક્ષેપ કયૉ હતાં તો આ બાબતે યુનિવર્સિટી નાં કારોબારી સભ્ય ડો દિલીપ પટેલે પણ આ આક્ષેપ ને સમથૅન આપી જણાવ્યું હતું કે જ્યારે હાઈકોર્ટે દ્વારા ભરતી પ્રક્રિયા માટે આદેશ આપવામાં આવે ત્યારે કારોબારી સમિતી ને આ બાબતે ધ્યાન દોરી આ મુદ્દે કારોબારી સમિતી માં લાવી નિણૅય લેવાનો હોય છે ત્યારે યુનિવર્સિટી નાં કુલપતિ ડો.જે.જે.વોરા નાં સમયથી જ આવી ભરતી પ્રક્રિયા થતી હોવાનું જણાવી કુલપતિ તરીકે તેઓનો આગામી જાન્યુઆરી માં સમયકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અંતિમ દિવસોમાં આવી ૧૦૦ થી વધુ લોકો ની તેઓ દ્વારા ભરતી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.