પોલીસ ભરતીને લઈને ગૃહવિભાગ દ્વારા યોજાયેલી બેઠક પૂર્ણ, જાણો ક્યારે અપાશે નિમણૂક પત્રો

આ સપ્તાહની અંદર જ પોસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ ભરતીય પ્રક્રીયાને લઈને યુદ્ધના ધોરણે કામગિરી શરૂ કરવામાં આવી છે.

પોલીસ ભરતીને લઈને ગૃહવિભાગ દ્વારા યાજાયેલી બેઠક પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે પીએસઆઈ ભરતી પ્રક્રીયાને લઈને નિમણૂક પત્રો આપવામાં આવશે. આજે ગાંધીનગરમાં ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને એલઆરડી, પીએસઆઈ અને પીઆઈની ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ ભરતીના નિમણૂક પત્રો આપવા અંગેની પણ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ સિવાય નવી ભરતીઓ સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. 

આ સપ્તાહની અંદર જ પોસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવશે

ખાસ કરીને ગૃહવિભાગ દ્વારા સરકાર બન્યા બાદ તેમના વિભાગની ભરતી પ્રક્રીયાને લઈને આ પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર ભરતી પ્રક્રીયામાં આપવામાં આવી શકે છે. જાન્યુ પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર આપ્યા હતા આ સપ્તાહની અંદર જ પોસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ ભરતીય પ્રક્રીયાને લઈને યુદ્ધના ધોરણે કામગિરી શરૂ કરવામાં આવી છે. 

પંચાયત વર્ગની ભરતી માટે ઉમેદવારોએ આજે કરી આ માંગ 

આ ઉપરાંત અન્ય ભરતી પ્રક્રીયાની વાત કરવામાં આવે તો પંચાયત વિભાગના ઉમેદવારો બોર્ડને આવેદનપત્ર આપશે અને આઠ મહિનાથી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફોર્મ  ભરાયા બાદ ઝડપી પ્રક્રીયા પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે. વર્ગ ત્રણને લઈને ભરતી પ્રક્રીયા માટે ફોર્મ ભરાયા છે. 

જીપીએસસીએ 7 પરીક્ષાનું કેલ

જીપીએસસીએ 7 પરીક્ષાનું કેલેન્ડર આજે જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા આગામી 8 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે તેમજ કાયદા અધિકારી અને ગુજરાત ઈજનેરી સેવાની પરીક્ષા 22 જાન્યુઆરીએ લેવાશે જ્યારે હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ 2, ઈજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.