PM મોદીના ભાઈની કારને થયો અકસ્માત, મૈસૂરમાં બની આ ઘટના

PM મોદીના ભાઈ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર અકસ્માત મૈસૂરની બહારના કડાકોલ્લા નામના વિસ્તાર પાસે થયો હતો.

કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ કારમાં પ્રહલાદ મોદીની સાથે એક પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. મળતી માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે તે કારમાં મૈસૂર પાસે બાંદીપુરા જઈ રહ્યો હતો. કડાકોલામાં તેમની કારને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની કારના આગળના ભાગ ઘણો ડેમેજ પણ થયો છે. 

PM મોદીના ભાઈ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર અકસ્માત મૈસૂરની બહારના કડાકોલ્લા નામના વિસ્તાર પાસે થયો હતો. પ્રહલાદ મોદી ખતરાની બહાર હોવાનું કહેવાય છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અકસ્માત બપોરે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો. અહેવાલો સૂચવે છે કે, પ્રહલાદ મોદી મૈસુરથી ચામરાજનગર અને બાંદીપુર જઈ રહ્યા હતા. આ ઘટનામાં પ્રહલાદ મોદી તેમનો પુત્ર અને પુત્રવધૂ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મીડીયાના અહેવાલ અનુસાર તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમની હાલત ગંભીર છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.