સુરતના મહિલા પોલીસ કર્મીએ વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું

સુરત શહેરની મહિલા પોલીસ કર્મીએ થાઇલેન્ડમાં આયોજિત સોથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં (Agni AV Dragon Boat Competition thailand) દેશનું નામ રોશન કરી સુરતનું ગૌરવ વધાર્યું (priti patel surat woman police Won bronze medal) છે. દેશના પ્રધાન અનુરાગ ઠાકુરે તેમનું સન્માન પણ કર્યું છે. 2018માં પ્રીતિ પટેલ પોલીસ ગુજરાત પોલીસમાં ભરતી થઈ (priti patel surat woman police) હતી.

સુરત પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ કમાલ કરી દીધી છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી મહિલા આજે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.તેણે પોતાના અડગ નિશ્ચય અને મહેનતના દમ પર સાબિત કરી દીધું છે અને મોટી સફળતા હાંસલ કરી છે. કર્મચારી હવે એશિયન ગેમ્સમાં સિલેક્ટ થઇ છે અને હવે થાઈલેન્ડમાં પણ દેશનું નામ રોશન કર્યું છે.

આ મહિલા પોલીસ કર્મચારીનું નામ એટલા માટે સૌ કોઈ ગર્વથી લઇ રહ્યું છે કારણ કે તેણે પોતાની મહેનતના દમ પર થાઈલેન્ડમાં યોજાયેલ ડ્રેગન બોટ રેસ માં બ્રોન્ઝ મેડલ હાંસિલ કરી સમગ્ર ગુજરાતનું અને વિશ્વ ફલક પર સુરત પોલીસનું નામ પણ રોશન કર્યું છે.

કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી જ રીતે આ મહિલા પોલીસ કર્મચારી પ્રીતિબેન કે જેમણે પોતાની મહેનતથી અને પરિશ્રમના કારણે અનેક સિદ્ધો હાંસિલ કરી છે. તેઓ સતત વર્ષ પહેલા પહેલા ડ્રેગન બોટ રમવાની શરૂઆત કરી હતી.તેઓ પહેલા એશિયન ગેમ્સમાં સિલેક્ટ થયા હતા. 

ભારત દેશ વતી તેઓ બોટ સ્પર્ધામાં પણ મેડલ મેળવી ચુક્યા છે અને મળતી માહિતી પ્રમાણે તેમને અનુરાગ ઠાકુર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેવામાં આ વખતે તેમણે ગુજરાત પોલીસનું નામ રોશન કરવામાં કરવા આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.