પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુએન મહેતા હોસ્પિટલમાં લવાયા

PM આવી શકે છે ગુજરાત

મુખ્યમંત્રીના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન પણ પહોંચ્યા છે, આ ઉપરાંત અમદાવાદ પોલીસના અધિકારીઓ પણ પહોંચ્યા છે.

અસારવા ધારાસભ્ય દર્શનાબેન તેમજ અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત અચાનક બગડી છે. હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ હીરાબાની તબિયત નાદુરસ્ત થતા ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન પણ પહોંચ્યા છે, આ ઉપરાંત અમદાવાદ પોલીસના અધિકારીઓ પણ પહોંચ્યા છે. અસારવા ધારાસભ્ય દર્શનાબેન તેમજ અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. મળતી વિગતો અનુસાર તેમનું રુટીન ચેકઅપ અત્યારે હોસ્પિટલમાં થઈ રહ્યું છે. પીએમ મોદી પણ ગુજરાતમાં આજે આવી શકે છે. 

2016માં તબિયત થઈ હતી ખરાબ 

આ પહેલા 2016માં પણ પીએમ મોદીના માતા હિરાબાની તબિયત બગડી હતી તેમને 108 બોલાવીને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરયા હતા. અગાઉ તેમને દાખલ કરાયા બાદ તબિયત ફરીથી સુધરી હતી. તેમની તપાસ પણ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. ત્યારે ફરી તેમની તબિયતને ધ્યાનમાં રાખીને યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

હીરાબાને તાજેતરમાં જ પીએમ મોદી મળ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાને 100 વર્ષ થયા છે. ડિસેમ્બરમાં હીરાબાને પીએમ મોદી મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ગુજરાત ચૂંટણીના મતદાન દરમિયાન પીએમ મોદી 4 ડિસેમ્બરે ગાંધીનગરમાં તેમની માતા હીરાબેનને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને તેમની સાથે બેસીને ચા પીધી હતી. ગુજરાત ચૂંટણી પહેલા મોદી 18 જૂને તેમના 100માં જન્મદિવસ પર પણ તેમની માતાને મળ્યા હતા. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે હતા ત્યારે તેઓ 11 માર્ચે રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે તેમના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે ખીચડી ખાધી હતી. અગાઉ હીરાબા ગુજરા વિધાનસભાની ચૂંટણીમાં વોટીંગ કરવા માટે પણ તેમના મત વિસ્તારમાં પહોંચ્યા હતા.