
પાટણ તા.૨૮
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનુ રાજ્યભરમા આયોજન થયું હતું. જેમાં સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્શાળાના ધોરણ ૬ ના ૧૮ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાની પ્રાર્થના સભામાં શાળાના સ્ટાફ પરિવાર દ્વારા બુધવારના રોજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
શિષ્યવૃત્તિ ની પરિક્ષા પાસ કરનાર તમામ વિધાર્થીઓને આચાર્ય શૈલેષભાઈ સુથાર સહિતના સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.