પાટણની મૂક બધિર શાળા નાં બાળકો ને પોષ્ટીક અલ્પાહાર સાથે મોમેન્ટો અને શાળા પરિવારને સ્કુલ વાનની ભેટ અપૅણ કરાઈ..

મુળ પાટણના વતની અને હાલમાં યુએસએ સ્થિત પરસોતમદાસ રણછોડદાસ સ્વામી પરિવાર ની મૂક બધિર બાળકો પ્રત્યેની અનુકંપા સરાહનીય બની..

પાટણ તા.૨૮
પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ મૂક બધિર શાળા માં અભ્યાસ કરતા બાળકોને શહેરની વિવિધ સેવાકીય,સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પિકનિક પાર્ટી સાથેના પ્રવાસના આયોજન કરવામાં આવતાં હોય છે ત્યારે સોમવાર નાં રોજ પાટણ પ્રજાપતિ સમાજના દાનવીર દાતા અને અમેરિકા સ્થિત સ્વામી પરસોતમદાસ રણછોડદાસ પરિવાર દ્વારા મૂક બધિર બાળકોને પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે બોલાવી તેઓને પોષ્ટીક અલ્પાહાર સાથે દરેક બાળક ને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તો આ પ્રસંગે સ્વામી પરસોતમદાસ રણછોડદાસ પરિવાર નાં માલતીબેન મનસુખભાઇ સ્વામી યુએસએ દ્વારા મૂક બધિર શાળા ને સ્કુલ વાન પણ અપૅણ કરવામાં આવી હતી.

પાટણના વતની અને હાલ યુએસએ સ્થિત સ્વામી પરિવારના દાનવીર દાતા પરસોતમદાસ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા મૂક બધિર બાળકો પ્રત્યેની હમદર્દી સાથે શાળા પરિવાર ને અપૅણ કરવામાં આવેલ સ્કુલ વાનની ભેટને મૂક બધિર શાળા પરિવાર સહિત મૂક બધિર બાળકો એ પોતાની ભાષામાં આભાર વ્યક્ત કર્યો હતો.