પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામ નજીક ટ્રેલરની થી ટક્કર બાઈક પાછળ બેઠેલ મહિલાનું મોત

જંગરાલ નું દંપતી વતનમાં બેસણામાં હાજરી આપી પાટણ પરત આવતાં અકસ્માત

પાટણ ડીસા હાઈવે પર ભીલવણ ગામ નજીક ટ્રેલરે બાઈકને ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું મોત નિપજ્યું હતું. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના વતની અને હાલ પાટણમાં ભૈરવ ભાગ-2માં આનંદ વિહાર સોસાયટીમાં ખાતે રહેતાં એસટી કંડક્ટર પ્રફુલચંદ્ર વિઠ્ઠલભાઈ બારોટ તેમની પત્ની અલ્પાબેન બારોટ (ઉ.48)સોમવારે વતનમાં બેસણામાં હાજરી આપી બાઈક પર પરત પાટણ આવતાં હતા.

ત્યારે ભીલવણ ગામ નજીક રામદેવપીરના મંદિર પાસે બપોરે ટ્રેલર(RJ.23 GC 2534) ચાલકે સામે આવતાં બાઈકને ટક્કર મારી ચાલક ટ્રેલર લઈને નાસી છુટ્યો હતો. બાઈક પાછળ બેઠેલા અલ્પાબેન પ્રફુલચંદ્ર બારોટ રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં પાટણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર મળે તે પહેલા અલ્પાબેનનું મોત નિપજ્યું હતું. પાટણ સિવિલમાં પીએમ કરી વાલીવારસોને લાશ સોંપી હતી. વાગડોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાટણ-ડીસા હાઈવે રોડનું સમારકામ ચાલુ હોવાથી કામકાજ અર્થે સુચન બોર્ડ ન મુકાતા અકસ્માતો સર્જાય છે અને એક સપ્તાહમાં ત્રણથી ચાર નાના મોટા અકસ્માતો થયા છે. મૃતકના પરિવારમાં કિરીટભાઈ બારોટે એન્જિનિયર સાથે મોબાઈલથી વાત કરતા અસંતોષ કારક જવાબ આપી ગેરવર્તન કર્યું હતું.