પાટણ શહેર ની વિવિધ સમસ્યાઓનું ટુંક જ સમયમાં નિરાકરણ લાવવામાં આવશે: ડો. રાજુલ દેસાઈ

પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે વાતૉલાપ યોજી માહિતી મેળવી..

પાટણ તા.૨૮
પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડેલા ડો.રાજુલબેન દેસાઈ ની કોંગ્રેસના ઉમેદવાર ડો કિરીટ પટેલ સામે હાર થઈ હોવા છતાં તેઓએ ચુંટણી દરમિયાન પાટણ વિધાનસભા વિસ્તાર નાં મતદારો ને આપેલા વચનો પરિપૂર્ણ કરવા પાટણ ને કમૅભૂમિ બનાવી હોય તેમ એક પછી એક પાટણ શહેર સહિત મત વિસ્તારના પશ્નો નું નિરાકરણ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બુધવારના રોજ તેઓએ શહેર નાં જુનાં સર્કિટ હાઉસ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત અને સંવાદ કાર્યક્રમ યોજી પાટણ શહેર સહિત મત વિસ્તારના પ્રશ્નોની જાણકારી મેળવી હતી.

ડો. રાજુલબેન દેસાઈ સમક્ષ પાટણના મિડિયા મિત્રો એ મુકતમને ચચૉ કરતાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા તંત્ર ની કામગીરી શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગંદકી, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, સિદ્ધી સરોવરમાં અવાર નવાર બનતાં આત્મ હત્યાના બનાવો જેવી બાબતો થી વાકેફ કર્યા હતા તો આ બાબતે ડો રાજુલબેન દેસાઈ એ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરીજનોની સમસ્યાઓ બાબતે પાલિકા સાથે બેઠક કરી હોવાની સાથે સાથે કલેકટર સાથે પણ ચચૉ વિચારણા કરવામાં આવી હોવાનું જણાવી ટુંક સમયમાં શહેરીજનોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી તો શહેર નાં ખાલકશા પીર નજીક રેલવે ફાટક નાં પ્રશ્ને પણ તેઓએ કલેકટર ને અવગત કરી જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ રેલવે ફાટક બંધ નહીં કરવામાં આવે તેમ તેઓએ જણાવ્યું હતુ.
ડો રાજુલબેન દેસાઈ ની પત્રકારો સાથે ની બેઠક માં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, કોર્પોરેટર મનોજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.