મોબાઈલ ટાવરો પરથી ચોરી કરનાર ઇસમોને રૂ. 8,65 લાખના મુદ્દામાલ સાથે હારીજ પોલીસે ઝડપ્યા..

વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી હારીજ પોલીસ ની કામગીરી સરાહનીય બની..

પાટણ તા.28
પાટણ જિલ્લા નાં હારીજ પોલીસ સ્ટાફે મોબાઈલ ટાવરો ઉપરથી ચોરી કરનારા શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ગઈ તા 25 ડીસેમ્બર ના રોજ હારીજ તાલુકામાં ગંજ બજાર, લાટી બજારમાં તથા બોરતવાડા ગામે આવેલ મોબાઈલ ટાવર ઉપર લગાવેલ એરીક્સન કંપનીના આર.આર.યુ મોડ્યુલ (RRUS 12 B1) નંગ-9 ,6mm નો કેબલ વાયર આશરે 50 મીટર, જંપર કેબલ વાયરના ટુકડા નંગ-12 મળી કુલ કી.રૂ.7,77 લાખની ચોરી થતા ઇન્ડસ કંપનીના ટાવરોની દેખભાળ રાખવાનો કોન્ટ્રાકટ ધરાવતી આર.એસ.સીક્યુરીટીમા ફિલ્ડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગેમરભાઇ શકરભાઇ દેસાઈના ઓએ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી જે ગુન્હો વણશોધાયેલ હોય પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા આદેશ કરતાં હારીજ પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે અગાઉ મોબાઈલ ટાવર ના કેબલ ચોરીમાં પકડાયેલ રીઢા આરોપીઓને તપાસી ગુન્હો શોધી કાઢવા મથામણ કરતા હારીજ પોલીસ દ્વારા આગાઉ મોબાઈલ ટાવર ની બેટરી,આર.આર.યુ. મોડ્યુલ તથા કેબલ ચોરી કરનાર રીઢા આરોપી રમેશજી ઉર્ફે પીન્ટુ શોરાબજી ઠાકોર રહે આંબલીવાસ , થરા બનાસકાંઠા વાળાઓને પકડી ગુન્હા બાબતે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા પોતે પોતાના મળતિયા માણસો સાથે ગુન્હા કરેલાંની કબૂલાત કરેલ. જેથી ગુન્હામાં સામેલ 3 આરોપીઓને અટક કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હારીજ પોલીસ ચલાવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ હાથે પકડાયેલ આરોપીઓએ પોતાના નામ રમેશજી ઉર્ફે પિન્ટુ સોરાબજી જવાનજી ઠાકોર ઉવ.આ.૨૬ રહે.થરા આંબલીવાસ તા.કાંકરેજ જી.બનાસકાંઠા, શ્રવણભાઇ જેશાજી હાલાજી રોટાતર (માજીરાણા) ઉવ.આ.૩૦ રહે.અમીરગઢ ઉગમણો વાસ હનુમાનચોક તા.અમીરગઢ જી.બનાસકાંઠા અને આનંદગીરી દશરથગીરી શ્યામગીરી ગૌસ્વામી ઉવ.આ.૨૪ રહે.માનપુર (ઉણ) તા.કાંકરેજ જી.બનાસકાંઠાવાળા હોવાનુ અને તેઓની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ મળી કુલ રૂ.8.65.500 નો પોલીસ હસ્તગત કરવામાં આવ્યો હતો.