પાટણના સમી ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ભણસાલી ટ્રસ્ટ અને ICDS નાં સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો..

પાટણ તા.28
મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા સમી ખાતે ભણસાલી ટ્રસ્ટ ICDS વિભાગ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત બુધવારના રોજ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ઈન્ચા. મહિલા અને બાળ અધિકારી મુકેશભાઈ પટેલ,તાલુકા શિક્ષણાઅધિકારી જયરામભાઈ પટેલ,બી આર સી કોઓર્ડીનેટર લાલભાઈ,સીઆરસી હસમુખભાઈ,એડવોકેટ સચિનભાઈ નિમાવત, CDPO બેન ચન્દ્રીકાબેન આંગણવાડી કાર્યકર બહેનો તેમજ SHG બહેનો તેમજ મહિલા શક્તિ કેન્દ્ર યોજના સ્ટાફ. વનસ્ટોપ સેન્ટર યોજના સ્ટાફ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર સ્ટાફ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના સ્ટાફ તેમજ સમી તાલુકા સુપરવાઇઝર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

સેમિનારમાં સી.આર.સી હસમુખભાઈ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ઇન્ચા. મહિલા અને બાળ અધિકારી મુકેશભાઈ પટેલ દ્વારા કામકાજ ના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત માહિતી આપવામાં આવી મહિલાઓ લક્ષી વિવિધ કાયદા અને કલમો વિશે માહિતી આપવામા આવી હતી.

અડવોકેટ સચિનભાઈ નિમાવત દ્વારા કામકાજના સ્થળે મહિલાઓ કેવા કિસ્સાઓમાં જાતીય સતામણીનો ભોગ બને છે આવા સમયે શું સાવચેતી રાખવી તેનાથી બચવા માટે શું કરવું જોઈએ સહિતની બાબતો પર સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

તાલુકા શિક્ષણ અધિકારી જયરામભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત છ માસ થી નાની દીકરીઓને દીકરી વધામણા કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
CDPO ચંદ્રિકાબેન દ્વારા આભાર વિધિ કરી હતી.