100 વર્ષની ઉંમરે પણ શિસ્તબદ્ધ જીવન જીવતા હતા હિરાબા, માતાની દિનચર્યામાંથી PM મોદીએ પણ લેતા હતા પ્રેરણા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે નિધન થયું. હીરાબાની તબિયત બગડતાં બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબા 100 વર્ષના હતા. 100 વર્ષની વય હોવા છતાં, તે ખૂબ જ સક્રિય રહેતા હતા. આ ઉંમરે પણ તેઓ પોતાનું કામ જાતે જ સંભાળવાનો પ્રયત્ન કરતા હતા

આવો અમે તમને પીએમ મોદીની માતાની દિનચર્યા અને તેમના સંઘર્ષમય જીવન વિશે જણાવીએ…

હીરાબાના સંઘર્ષની વાર્તા

હીરાબાના લાંબા આયુષ્યનું રહસ્ય તેમને કરેલો સંઘર્ષ હતો. શરૂઆતના જીવનથી અત્યાર સુધી હીરાબાની દિનચર્યા ખૂબ જ શિસ્તબદ્ધ રહી. પીએમ મોદી આજે પણ પોતાની માતા પાસેથી શીખવાનો પ્રયાસ કરે છે. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો, લગ્ન પછી તે વડનગર શિફ્ટ થઈ ગયા હતા. હીરાબાના લગ્ન થયા ત્યારે તેઓ માત્ર 15-16 વર્ષના હતા. ઘરની નબળી આર્થિક અને પારિવારિક સ્થિતિને કારણે તેમને ભણવાની તક મળી ન હતી. પરંતુ તેઓ તેમના બાળકોને શિક્ષા અપાવવા માટે અન્યના ઘરે કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયા. તેમણે ફી ભરવા માટે ક્યારેય કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા નથી. હીરાબા ઈચ્છતા હતા કે તેમના બધા બાળકો ભણી-લખીને શિક્ષિત બને.

બાળકોના બીમાર થવા પર જાતે જ કરતા ઘરેલું ઉપચાર 

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે માતા હીરાબા તમામ પ્રકારના ઘરગથ્થુ ઉપચારો જાણતી હતી. વડનગરના નાના બાળકો અને મહિલાઓની સારવાર કરતા હતા. ઘણી સ્ત્રીઓ પોતાની સમસ્યા બીજાને કહેવાને બદલે હીરાબાને કહેતી હતી. મારી માતા ચોક્કસ અભણ હતી પણ ગામ આખું તેમને ડૉક્ટર કહેતું હતું.

આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા હીરાબા 

પ્રહલાદ મોદીએ જણાવ્યું કે તેમની માતા સવારે અને સાંજે બે વાર કૂવામાંથી પાણી ખેંચી લાવતા હતા. કપડાં ધોવા માટે તળાવ જતા હતા. તેમને મોટાભાગનો સમય ઘરનું જ ખાવાનું ખાધું. બહારનું ખાવાનું ટાળતા હતા. માતા હીરાબાને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ છે. તે આ માટે ક્યારેય ના પાડતી ન હતી. તે હંમેશા કામમાં વ્યસ્ત રહેતી. તેમનો નિત્યક્રમ સવારે ચાર વાગે શરૂ થઈ જતો. જે બાદ તે પહેલા ઘરનું કામ કરતી હતી. પછી તે બીજાના ઘરે કામ કરવા જતી હતી. તેઓ બાળકના ઉછેર માટે ખૂબ જ મહેનત કરતી હતી.

હીરાબેને બાળપણમાં જ માતા ગુમાવી હતી

હીરાબાના 100મા જન્મદિવસ પર તેમના બ્લોગમાં માહિતી આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની માતા હીરાબેનનો જન્મ ગુજરાતના પાલનપુર, વિસનગર, મહેસાણામાં થયો હતો, જે વડનગરથી ખૂબ નજીક છે. નાની ઉંમરે, તેમણે પોતાની માતાને સ્પેનિશ ફ્લૂ રોગચાળામાં ગુમાવી દીધી. હીરાબેનને તેમની માતાનો ચહેરો કે તેમના ખોળામાંનો આરામ પણ યાદ નથી. તેમણે તેમનું આખું બાળપણ તેમની માતા વિના વિતાવ્યું. તે અમારા બાકીના લોકોની જેમ તેમની માતાના ખોળામાં આરામ કરી શકતી ન હતી. તે સ્કૂલ પણ જઈ શકતી ન હતી અને વાંચતા-લખતા પણ શીખી શકતી ન હતી. તેમનું બાળપણ ગરીબી અને વંચિતતામાં વીત્યું હતું.

ઘરના ખર્ચને પહોંચી વળવા બીજાના ઘરમાં વાસણો ધોતા 

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે તેમની માતા માત્ર ઘરના તમામ કામો જાતે જ કરતી ન હતી પરંતુ ઘરની નજીવી આવકને પૂરી પાડવા માટે પણ કામ કરે છે. તે કેટલાક ઘરોમાં વાસણો ધોતી હતી અને ઘરના ખર્ચને પહોંચી વળવા ચરખા કાંતવામાં સમય કાઢતી હતી. તેમણે વડનગરના એ નાના ઘરને યાદ કર્યું જેની છત માટે માટીની દિવાલો અને માટીની ટાઇલ્સ હતી, જ્યાં તેઓ તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે રહેતા હતા. તેમણે એ અસંખ્ય રોજિંદા પ્રતિકૂળતાઓનો ઉલ્લેખ કર્યો, જેનો સામનો તેમની માતાએ કર્યો હતો અને સફળતાપૂર્વક તેની પર વિજય પ્રાપ્ત કર્યો.

પીએમ મોદીએ આજે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ” 

મોદી પરિવાર દ્વારા અપીલ કરતા કહેવામાં આવ્યું  હતું કે,આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ,આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો આ જ હીરાબેન માટે સાચી શ્રધ્ધાંજલી હશે.